મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બોર્ડની ધો.૧૦ માં ૨૦૫ અને ધો. ૧૨ માં ૪૩ વિદ્યાર્થીઓ ગેરહાજર


SHARE







મોરબી જિલ્લામાં બોર્ડની ધો.૧૦ માં ૨૦૫ અને ધો. ૧૨ માં ૪૩ વિદ્યાર્થીઓ ગેરહાજર

રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ- ૧૦ (SSC)  અને ૧૨ (HSC) સામાન્ય – વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં પહેલા દિવસે ધો. ૧૦ ના જુદાજુદા ત્રણ પેપરમાં કુલ મળીને ૨૦૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે જ્યારે ધો. ૧૨ ના પેપરમાં ૪૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે

મોરબી જીલ્લામાં ધો.૧૦ માં ગુજરાતી અને અંગ્રેજી તેમજ સંસ્કૃત સાહિત્યમ વિષયના પેપર લેવામાં આવી રહ્યા છે ત્યારે અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ પહેલા દિવસે ગુજરાતીના પેપરમાં ૧૧૬૬૩ વિદ્યાર્થી હાજર રહ્યા હતા અને ૨૦૩ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા જ્યારે અંગ્રેજીમાં ૩૪૭ વિદ્યાર્થીઓ હાજર હતા અને એક વિદ્યાર્થી ગેરહાજર હતો આવી જ રીતે સંસ્કૃત સાહિત્યમ વિષયમાં ૧૧ વિદ્યાર્થીમાંથી ૧૦ વિદ્યાર્થી હાજર રહ્યા હતા અને ૧ વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો જયારે ભૌતિક વિજ્ઞાનના પેપરમાં ૧૭૧૮ વિદ્યાર્થી હાજર રહ્યા હતા અને ૧૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જયારે નામના મૂળતત્વોના પેપરમાં ૫૪૧૮ વિદ્યાર્થી હાજર રહ્યા હતા અને ૩૩ વિદ્યાર્થીઑ ગેરહાજર રહ્યા હતા  






Latest News