મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલને રીપેર કરીને જાહેર જનતા માટે ફરી ખુલ્લો મુકવાની માંગ ઉઠી


SHARE







મોરબીના ઝૂલતા પુલને રીપેર કરીને જાહેર જનતા માટે ફરી ખુલ્લો મુકવાની માંગ ઉઠી

એક સમયે મોરબી સૌરાષ્ટનું પેરીસ ગણાતું હતું. તેમજ જોવા લાયક સ્થળોના કારણે લોકો પોતાના પ્રવાસમાં મોરબીનો સમાવેશ અચુક કરતા હતા પરંતુ હાલમાં મોરબી ના તો સૌરાષ્ટ્રના પેરીસની ઓળખ ધરાવે છે. ના તો પ્રવાસના ક્ષેત્રે જોવા લાયક સ્થળમાં સ્થાન ધરાવે છે મોરબીને પેરીસની પોતાની ઓળખ માટેનો તંત્ર દ્વારા સાફ સફાઈ અને સુદર રસ્તાઓનું આયોજન કરવું જરૂરી છે. જે માટે તંત્રની ઈચ્છા શક્તિનો સંપૂણ  અભાવ જણાય છે. મોરબીને પ્રવાસન ક્ષેત્રે મહત્વની ઓળખ આપવતા અને મોરબીની આગવી ઓળખ ઉભી કરતા જોવા લાયક સ્થળોને  પુનઃ સ્થાપીત કરવા માટે મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે  

સિરામિક અને ધડીયાળ ઉદ્યોગમાં વિશ્વ લેવલે નામ ધરાવતા મોરબીની સ્થાનિક હાલત ખુબજ બદતર છે. ના તો સફાઈ છે, ના તો દરેક વિસ્તારને નિયમિત સારું પીવાનું પાણી, ના તો સારી ગટર વ્યવસ્થા, ના તો સારા રોડ રસ્તા, ના તો ટ્રાફિકની સમસ્યાનો કાયમી વિગેરે અનેક સમસ્યા છે અને તંત્રમાં આવતી  કરોડોની ગ્રાન્ટનો વ્યવસ્થિત  ઉપયોગ કરાવી શકનાર કોઈ આગેવાન કે અધિકારી પણ નથી. હાઇકોર્ટ દ્વારા ગુજરાતના બ્રીજો ને સ્મારકામ કરવા માટેની નીતિ નક્કી કરવાનું જણાવવામાં આવેલ છે. તેવી જ રીતે જુના બાંધકામો કે જે ભવ્ય ભૂતકાળ અને આપણી સંસ્કૃતિનો અમુલ્ય વરસો છે તેને જાળવવા તથા તેનું સમારકામ  કરાવવા માટેની પણ કોઈ નીતિ સરકાર નક્કી કરે અને તે મુજબ સારા કામો કરે તેવું આયોજન કરવા રજૂઆત કરી છે મોરબીનો વાઘમહેલ કે જેને  મણી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને યોગ્ય જાણવણી સાથે લોકોને જોવા માટેનું યોગ્ય વ્યવસ્થા તંત્ર ગોઠવી ને લોકો માટે ખુલ્લું મુકવા માટે યોગ્ય કરવા માંગણી કરવામાં આવી છે

મોરબીનો જુલતો પુલ જે હાલમાં તૂટી જવા પામેલ છે. તે મોરબીની જનતા માટે મોરબીના મહારાજા દ્વારા આપવામાં આવેલ અમુલ્ય ભેટ હતી.  તેને ફરીથી યોગ્ય ડીઝાઇન તથા યોગ્ય કામગીરી અને  નીતિ નિયમો સાથે ફરીથી રીપેરીંગ કરીને મોરબીની જનતા માટે ખુલ્લો મુકવા આવે તેવી માંગણી કરેલ છે મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ કે જે મોરબીના મહારાજાનો  શિક્ષણ પ્રત્યેનો પ્રેમ હતો તે બતાવે છે. અને પોતાના રાજ્યમાં સારું ઉચ્ચશિક્ષણ સ્થાનિક  લેવલે મળી રહે તે માટે પોતાનો જુનો રાજમહેલ કોલેજ બનાવવા માટે આપેલ હતો તે બિલ્ડીંગ  રીપેર થાય તો તે પણ એક જોવા લાયક સ્થળમાં સમાવી શકાય તેમ છે મોરબીની નગરપાલિકા દ્વારા બે વર્ષ પહેલાના બજેટમાં રીવર ફ્રન્ટ બનાવવા માટેનું આયોજન કરવાની જોગવાઈ કરવામાં આવેલ પરંતુ સ્થાનિક સતાધીસોને આવા કામમા બિલકુલ રસ ન હોવાથી આ કામ દિવાસ્વપ્ન સમાન રહ્યું ગયું છે જેથી આ કામોને અગ્રતા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો કે, આ કામ ધ્યાને લેવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે






Latest News