મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં માર્ચ એન્ડીંગના લીધે બીજા-ચોથા શનિવારે સબ રજીસ્ટ્રાર કચેરી ચાલુ રહેશે


SHARE







મોરબીમાં માર્ચ એન્ડીંગના લીધે બીજા-ચોથા શનિવારે સબ રજીસ્ટ્રાર કચેરી ચાલુ રહેશે

મોટાભાગે સરકારી કચેરીઓમાં બીજા અને ચોથા રવિવારે રજા રહેતી હોય છે પરંતુ તાજેતરમાં માર્ચ મહિનો ચાલી રહ્યો હોય માર્ચ એન્ડિંગ નિમિત્તે મોરબી ખાતે બીજા અને ચોથા રવિવારે પણ સબ રજીસ્ટ્રાર કચેરી ચાલુ રહેશે અને દસ્તાવેજોની નોંધણી થઈ શકે તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.દર વર્ષે માર્ચ મહિનામાં દસ્તાવેજનું ભારણ વધુ હોય છે માટે સરકાર દ્રારા માર્ચ મહિનામાં બીજા અને ચોથા શનિવારે પણ સબ રજીસ્ટ્રાર કચેરી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.જેથી ગત તા.૧૧ ને શનિવારે દસ્તાવેજની નોંધણી માટે કચેરી ખુલ્લી હતી અને આગામી ચોથા શનિવારે એટલે કે ૨૫ મી માર્ચે પણ સબ રજીસ્ટાર કચેરી ખુલ્લી રહેશે માટે જેમણે દસ્તાવેજ કરાવવા હોય તેઓઅ તે મુજબ ટોકન લઇ દસ્તાવેજ નોંધણી કરાવી શકશે તેમ રેવન્યુ બાર એસોસિએશનના પ્રમુખ પિયુષભાઈ રવેશીયાએ યાદીમાં જણાવેલ છે.

વાવડી રોડ પર શ્રી હનુમાન ચાલીસા કથાનું આયોજન

મોરબીમાં વિનોદભાઈ ભુદરભાઈ કવૈયા અને યશ વિનોદભાઈ કવૈયા પરીવાર દ્રારા આગામી તા.૨૭ થી ૨૯ દરમ્યાન વાવડી રોડ ઉપર આવેલ સોસાયટી ખાતે શ્રી હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવેલ છે.મોરબીના પુ.નિખીલભાઈ જોષી વ્યાસપીઠે બિરાજી કથાનું રસપાન કરાવશે.અહીંના વાવડી રોડ ઉમિયા ગેટમાં આવેલ સ્વાતીપાર્ક સોસાયટી ખાતે અગામી તા.૨૭ થી તા.૨૯ માર્ચ સુધી શ્રી હનુમાન ચાલીસા કથાનું આયોજન કરાયેલુ છે જેમાં દરરોજ રાત્રે ૯ થી ૧૨ સુધી કથા શ્રવણ થશે.આ હનુમાન ચાલીસા કથાનો લાભ લેવા આયોજક વિનોદભાઈ ભુદરભાઈ કવૈયા અને યશ વિનોદભાઈ કવૈયાએ મોરબીવાસીઓને જાહેર આમંંત્રણ પાઠવેલ છે.

ઉમા ટાઉનશી

મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો હતો.જેમાં ઉમા ટાઉનશીપની બહેનો, ઉમા વિદ્યાસંકુલ, યુનિક સ્કૂલ, ભારતી વિદ્યાલય અને સાર્થક વિદ્યામંદિરની બહેનોની કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન દ્વારા તપાસણી કરીને જરૂરી દવા તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.કુલ ૧૪૨૦ બહેનોએ આ કેમ્પનો લાભ લીધો હતો.કેમ્પને સફળ બનાવવા ત્યાંની સ્કૂલ તથા ઉમા ટાઉનશીપની બહેનોએ જહેમત ઉઠાવી હતી.






Latest News