મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ટી-ટ્વેન્ટી મેચ ઉપર સટ્ટો રમતા ૫૧,૨૦૦ ના મુદામાલ સાથે એક પડકાયો, એકની શોધખોળ


SHARE







મોરબીમાં ટી-ટ્વેન્ટી મેચ ઉપર સટ્ટો રમતા ૫૧,૨૦૦ ના મુદામાલ સાથે એક પડકાયો, એકની શોધખોળ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ક્રિકેટ લાઇવ ગુરુ એપ્લિકેશનમાં ઓનલાઇન ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ચાલતી ટી ટ્વેન્ટી મેચ જોઈને તેના ઉપર ક્રિકેટ સટ્ટો રમવામાં આવતો હતો જેથી કરીને પોલીસે એક શખ્સની ૧૨૦૦ રૂપિયા રોકડા તથા ૫૦ હજાર રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન સાથે ધરપકડ કરી છે અને અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હોય પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તાર શેરી નં-૪ માં "ક્રિકેટ લાઇવ ગુરુ" એપ્લિકેશનમા ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ચાલતી ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ જોઈને કાલિકા પ્લોટમાં રહેતો આસિફભાઇ ઉર્ફે ભાણો તૈયબભાઈ અઘામ જાતે સંધિ (ઉમર ૨૭) ફોન ઉપર રનફેરનો બાબુભાઈ ટી.કે. રહે.મોરબી વાળા સાથે જુગાર રમતો હોય પોલીસે તેની પાસેથી રોકડા ૧૨૦૦ તથા ૫૦ હજારનો મોબાઇલ આમ કુલ મળીને ૫૧,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે જોકે બાબુભાઈ ટી.કે. ની સામે ગુનો નોંધીને એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

મારામારીમાં ઈજા થતા બે યુવાનો સારવારમાં

મોરબીના સામાકાંઠે શોભેશ્વલ રોડ પાસે આવેલા મફતપરા વિસ્તારમાં રહેતા ગોપાલ ધનૈયાભાઈ યાદવ (૩૫) તથા ભુરાભાઈ શ્રીહરિલાલ યાદવ (૪૦) નામના બે પરપ્રાંતિય મજૂર યુવાનોને તેઓના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી બંનેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા અને ત્યાંથી જાણ કરવામાં આવેલી હોય હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા મારામારીના આ બનાવ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

આધેડ મહિલા સારવારમાં

મોરબીના વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા ફાતિમાબેન ગુલાબભાઈ ચારોલીયા નામના ૫૬ વર્ષીય મહિલા ગામમાંથી બાઇકમાં બેસીને જતા હતા ત્યારે ગામના ઝાંપા પાસે ચાલુ બાઇકે ચકકર આવતા તેઓ રસ્તામાં નીચે પડી ગયા હતા જેથી ઇજાઓ થતા તેઓને સારવાર માટે મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News