મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હરિયાણાના પાણીપત ખાતે આરએસએસની ત્રિદિવસીય રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠક યોજાઈ


SHARE







હરિયાણાના પાણીપત ખાતે આરએસએસની ત્રિદિવસીય રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠક યોજાઈ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સેવા સાધના કેન્દ્ર, પટ્ટીકલ્યાણા, સામલખા , હરિયાણા ખાતે તા.12 માર્ચ થી 14 માર્ચ વચ્ચે યોજાઇ રહી છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું હતું કે અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ સંઘની સૌથી મહત્વપૂર્ણ સભા છે. આ બેઠકમાં પાછલા વર્ષમાં થયેલા કામોની સમીક્ષા કરવામાં આવે છે. આગામી વર્ષમાં સંઘ દ્વારા કરવામાં આવનારા કાર્યો માટે યોજના તૈયાર કરવામાં આવે છે.  આ વર્ષે, આ પ્રતિનિધિ સભા ૧૨,૧૩,૧૪ માર્ચે હરિયાણાના પાણીપત જિલ્લાના સમલખાના પટ્ટકલ્યાણાના સેવા સાધના અને ગ્રામ વિકાસ કેન્દ્રમાં યોજાવા જઈ રહી છે.  જેમાં દેશભરમાંથી સંઘના ૧૪૦૦ થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.  જેમાં ૩૪ વિવિધક્ષેત્રોના કાર્યકર્તાઓ પણ ભાગ લેશે.  આ પહેલા ૧૧ માર્ચે અખિલ ભારતીય કાર્યકારીણીની બેઠક મળી હતી. જેમાં પ્રતિનિધી સભામાં આવનારા પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવેલ. સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબોલે આવતી કાલે ૧૪ માર્ચે પ્રતિનિધિ સભાના છેલ્લા દિવસે પત્રકારો સાથેની વાતચીતમાં પસાર કરાયેલા ઠરાવ વિશે માહિતી આપશે.સુનિલ આંબેકર શુક્રવારે સેવા સાધના અને ગ્રામ વિકાસ કેન્દ્ર ખાતે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

આગળ વિશેષ માહિતી આપતા સુનીલ આંબેકરે કહ્યું કે ૧૨ માર્ચે પ્રતિનિધી સભાનું ઉદ્ઘાટન કરવામાં આવેલ જેમાં સરસંઘચાલક મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબોલે, તમામ સહ-સરકાર્યવાહ, અખિલ ભારતીય કારોબારી, વિવિધક્ષેત્રોના પદાધિકારીઓ, તમામ ક્ષેત્રો અને પ્રાંતોના સંઘચાલકો અને કાર્યકારીઓ ઉપસ્થિત રહેશે.  તેમણે કહ્યું કે વર્ષ ૨૦૨૫ માં સંઘની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.  પ્રતિનિધી સભામાં શતાબ્દી વર્ષે કાર્ય વિસ્તરણ યોજના ૨૦૨૨-૨૩ ની સમીક્ષા અને અનુભવના આધારે, ૨૦૨૩-૨૪ માટે કાર્ય યોજના તૈયાર કરવામાં આવશે.

આ વર્ષની સમીક્ષાની સાથે ૨૦૨૫ સુધીમાં સંઘમાં નવા લોકોને જોડવા, વર્ષ ૨૦૨૩-૨૪ માટે કાર્ય યોજના તૈયાર કરવા અંગે ચર્ચા કરવામાં આવશે.તેમણે કહ્યું કે સંઘની કરોડરજ્જુ શાખા છે અને શાખા સામાજિક પરિવર્તનનું કેન્દ્ર છે.  શાખાના સ્વયંસેવકો સામાજિક પરિસ્થિતિઓના અભ્યાસના આધારે વિષયો પસંદ કરે છે અને સામાજિક પરિવર્તન માટે કાર્ય કરે છે.સમાજને આત્મનિર્ભર બનાવવા, સેવાકીય કાર્યોનું વિસ્તરણ, સમાજમાં સામાજિક સમરસતાનું વાતાવરણ ઊભું કરવું, પર્યાવરણની જાળવણી કરવી, અમૃતકાલ હેઠળ દેશમાં કયા કયા કામો થવા જોઈએ, આ તમામ વિષયો સમાજમાં સ્વયંસેવકો દ્વારા ચલાવવામાં આવે છે. આ તમામ કાર્યો સ્વયંસેવકો દ્રારા શાખાના માધ્યમથી ચલાવે છે.તેમણે માહિતી આપી હતી કે મહર્ષિ દયાનંદના જન્મને ૨૦૨૪ માં ૨૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને ભગવાન મહાવીર સ્વામીના ૨૫૫૦ મા નિર્વાણ વર્ષને લઈને વિશેષ નિવેદન પણ બહાર પાડવામાં આવશે.






Latest News