મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સબંધોને તાર તાર કરનાર નરાધમ બાપ જેલ હવાલે


SHARE







મોરબી જીલ્લામાં સબંધોને તાર તાર કરનાર નરાધમ બાપ જેલ હવાલે

વર્તમાન સમયમાં સબંધોને તાર તાર કરી નાખે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે આવી જ એક ઘટના હાલમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં સામે આવી છે જેમાં ૧૮ વર્ષની દીકરી સગીર હતી ત્યારથી તેનો જ સગો બાપ તેના વાંધાજનક ફોટો અને વિડીયો ઉતારીને વાઇરલ કરવાની ધમકીઓ આપતો હતો અને તે યુવતી સાથે છેલ્લા પાંચ વર્ષથી દુષ્કર્મ આચારતો હતો જે અંગેની યુવતીએ ટંકારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડની માંગણી કરી હતી જેથી કોર્ટે એક દિવસના રીમાન્ડ મંજુર કરેલ હતા જે રિમાન્ડ પૂરા થતાં આજે તે આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે

કોઈપણ દીકરીની આખા જગતમાં સૌથી વધુ સલામતી તેના બાપ પાસે હોય છે પરંતુ બાપ જ હવસ ભૂખ્યો હેવાન બને તો શું થાય... વિચારીને પણ શરીરમાંથી કંપારી છૂટી જાય તેવી ઘટના મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાંથી સામે આવી છે જેમાં ટંકારા પોલીસની ટિમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે એક ૧૮ વર્ષની યુવતી તેની પાસે આવી હતી અને તેને પોતાને ધરે નથી જવું તેવું કહ્યું હતું જેથી તે યુવતીને મોરબીમાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈને આવ્યા હતા ત્યાં તે યુવતીનું કાઉન્સિલગ કરવમાં આવતા કોઈપના વ્યક્તિના પગ નીચેથી જમીન સરકી જાય તેવી ઘટના સામે આવી છે જે અંગેની હાલમાં ટંકારા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ યુવતી સગીરા હતી ત્યારથી એટ્લે કે છેલ્લા પાંચ વર્ષથી તેના જ ઘરમાં તેનો સગો બાપ તેને હવાસનો શિકાર બનાવી રહ્યો છે અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી મારકુટ કરતો હતો જેથી યુવતીએ જણાવેલ આપવીતી સાંભળીને પોલીસે યુવતીની ફરિયાદ લીધી હતી અને તેના હેવાન બાપની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી એચ.આર. હેરભાએ આરોપીની ધરપકડ કરી હતું અને તે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને ફરી કોર્ટમાં રજૂ કરીને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે તેવું તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળેલ છે






Latest News