મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે ઝેરી દવા પી ગયેલ આધેડનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત


SHARE







મોરબીના લક્ષ્મીનગર ગામે ઝેરી દવા પી ગયેલ આધેડનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામ કરતા મૂળ મધ્યપ્રદેશના આધેડ ઝેરી દવા પી ગયા હતા અને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામ કરતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી બલરામભાઇ ફુલસિંગભાઈ ચૌહાણ જાતે કોળી નામના ૫૦ વર્ષના આધેડ ગત તા.૪-૩ ના સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર ઘરે એકલા હતા ત્યારે ઝેરી દવા પી ગયા હતા અને બનાવની પરિવારજનોને જાણ થતા તેઓએ બલરામભાઈ ચૌહાણને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડયા હતા અહીં પ્રાથમિક સારવાર આપીને રાબેતા મુજબ (ટ્રોમા સેન્ટરનો અભાવ હોય) રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં રાજકોટ ખાતે બીજા દિવસે સવારે એટલે કે તા.૫-૩ ના સવારના રોજ બલરામભાઇ ફુલસિંગભાઈ ચૌહાણ જાતે કોળી મૂળ રહે.મધ્યપ્રદેશ વાળાનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ અને હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકે આ અંગે જાણ કરવામાં આવતા બીટ વિસ્તારના જમાદાર મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

બાઈક સાથે ગાય અથડાતા બે ને ઇજા

મોરબીના રફાળેશ્વર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક લઈને જતાં બે યુવાનોનું બાઈક ગાય સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બંનેને ઇજા પહોંચતા અત્રે સારવારમાં ખસેડાયા હતા. આયુષ હોસ્પિટલ ખાતેથી યાદી મોકલવામાં આવી હતી જેમાં તાલુકા પોલીસને જણાવવામાં આવ્યું હતું કે, રફાળેશ્વર ગામે વરૂડી માતા મંદિર પાસેથી બાઈક લઈને જઈ રહેલ હસમુખ ખેંગારભાઈ સોલંકી (૨૮) રહે પ્રેમજીનગર મકનસર તા.જી.મોરબી અને મેહુલ ધીરજભાઈ વઢડુકિયા (૧૪) રહે.જાંબુડીયા તા.જી. મોરબીને વાહન અકસ્માતમાં ઇજા પહોંચી હતી બંને બાઈકમાં જતા હતા ત્યારે વરૂડી માતાના મંદિર પાસે તેમના બાઈક સાથે ગાય અથડાતા અકસ્માત બનાવ સર્જાયો હતો જેમાં બંનેને બીજા પહોંચી હોય સારવાર માટે ખસેડાયા હતા.

પતિએ માર મારતા સારવારમાં

મોરબીના રાજપર ગામના રહેવાસી વિપ્ર પરિવારની દીકરીને દ્વારકાના મીઠાપુર ખાતે પરણાવી હતી અને ત્યાં તેના પતિ દ્વારા તેણીને માર મારવામાં આવતા પરણીતાએ મોરબી ખાતે આવીને સારવાર લીધી હતી અને પોલીસને જાણ થતાં પોલીસ આગળની તપાસ કરી રહી છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રાજપર ગામના રહેવાસી વિપ્ર પરિવારના દર્શનાબેન પ્રકાશભાઈ ભોગાયતા (ઉમર ૨૨) હાલ રહે.મીઠાપુર જી.દ્વારકા મૂળ રાજપર તા.જી.મોરબી વાળીને પતિ દ્વારા મિઠાપુર ખાતે માર મારવામાં આવતા અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે મીઠાપુર પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News