મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં શ્રમિકોની માહિતી ન આપતા વધુ ત્રણ સામે ફરિયાદ


SHARE











મોરબી અને વાંકાનેરમાં શ્રમિકોની માહિતી ન આપતા વધુ ત્રણ સામે ફરિયાદ

મોરબી જીલ્લામાં પરપ્રાંતીય મજૂરોની માહિતી ઓનલાઇન પોર્ટલમાં અપલોડ કરવામાં માટે વારંવાર કહેવામા આવે છે તો પણ માહિતી ઘણા આપતા નથી જેથી કરીને ગુના નોંધવામાં આવી રહ્યા છે આવી જ રીતે આજે વાંકાનેર અને મોરબીમાં ત્રણ ગુના નોંધાયેલ છે

વાંકાનેર નજીક હસનપર ગામની સીમમાં આવેલ ફ્યુચર રીફેક્ટરીઝ નામના કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટરે તેની નીચે કામ કરતા મજૂરોની મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં માહિતી અપલોડ કરી ન હતી અને આધાર પુરાવા લીધા હતા જેથી કરીને કોન્ટ્રાક્ટર મિહિરભાઈ અશોકભાઈ રાવલ જાતે બ્રાહ્મણ (૩૦) રહે. આરોગ્યનગર વાંકાનેર વાળાની સામે ગુનો નોંધાયો છે આવી જ રીતે મોરબી નજીકના સનાળા ગામ પાસે જીઆઇડીસીમાં એસપી પ્રોફાઈલ નામના કારખાનામાં કામ કરતાં માણસોની માહિતી ઓનલાઇન પોર્ટલમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી દિવ્યેશભાઈ ઝવેરભાઈ ચાડમીયા જાતે.પટેલ (૨૪) રહે. કંડલા બાઇપાસ પાપાજી ફન વર્લ્ડ સામે ધર્મલાભ સોસાયટી મોરબી વાળાની સામે ગુનો નોંધાયો છે તો વાંકાનેરમાં કડિયા કામનો કોન્ટ્રાક્ટ રાખનારા યુવાને તેની નીચે કામ કરતાં મજૂરોની માહિતી ઓનલાઈન પોર્ટલમાં અપલોડ કરી ન હતી જેથી કોન્ટ્રાક્ટર પરવેઝભાઈ ઈબ્રાહીમભાઇ શેરસીયા જાતે મોમીન (૨૯) રહે. ચંદ્રપુર તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાયેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મકાનસર ગામે રહેતા યાસીન યુનુસભાઈ ખલીફા (૨૫) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના રફાળેશ્વર ગામે ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં નિલેશભાઈ ખોડાભાઈ પાંચિયા (૨૦) નામના યુવાનને ઇજા કરી હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. ઝાપડિયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે






Latest News