મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા (સુ) ગામે કામ ધંધો બરાબર ચલતો ન હોય યુવાને અજુગતું પગલું ભરી લેતા મોત


SHARE











ટંકારાના નેસડા (સુ) ગામે કામ ધંધો બરાબર ચલતો ન હોય યુવાને અજુગતું પગલું ભરી લેતા મોત

ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેનો ભાઈ ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને હોસ્પિટલ મારફતે આ બનાવવાની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાનનો કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી ટેન્શનમાં આવીને યુવાને આપઘાત કર્યો હોવાનું હાલમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

બનાવની જાણવા મળતી પ્રમાણે ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે રહેતા રમેશભાઈ આલજીભાઈ પંચાલ (૪૩)એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના ભાઈ વિનોદભાઈ આલજીભાઈ પંચાલ તેના મૃતદેહને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ટંકારા હોસ્પિટલ મારફતે આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ કરી રહેલા આઈ.ટી. જામ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાનનો કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી ઘર ચલાવવામાં મુશ્કેલી હતી જેથી તેને પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું મૃતક યુવાનના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે.

પરિણિતા સારવારમાં
મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ વીસીપરા ખાડા વિસ્તારમાં રહેતા લતાબેન ગૌતમભાઈ ચૌહાણ (૪૦) ને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચેલી હોય તેઓને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા સિવિલ હોસ્પિટલ તરફથી જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી કાજલબેન અરવિંદભાઈ રાઠોડ નામની ૨૯ વર્ષની મહિલાને તેના ઘેર તેના પતિએ માર મારતા તેણીને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જેથી બનાવવા અંગે નોંધ કરીને બી ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News