મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ગ્રાહકોને ઘર આંગણે જ મળશે ન્યાય: મોરબીના તાલુકા સેવા સદનમાં ગ્રાહક કોર્ટ શરૂ


SHARE







ગ્રાહકોને ઘર આંગણે જ મળશે ન્યાય: મોરબીના તાલુકા સેવા સદનમાં ગ્રાહક કોર્ટ શરૂ

મોરબીમાં ગ્રાહક સાથે અન્યાય થાય કે પછી છેતરપિંડી કરવામાં આવી હોય તો ગ્રાહકોને ન્યાય આપવા માટે ગ્રાહક રાજકોટ કે અમદાવાદથી જવું પડતું હતું જો કે, મોરબીના ગ્રાહકોને ઘર આંગણે જ ન્યાય મળે તે માટે મોરબીમાં આજથી ગ્રાહક સુરક્ષા આયોગ દ્વારા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ કોર્ટ શરૂ કરવામાં આવેલ છે અને ગ્રાહક સુરક્ષાને લગતા કેસોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અને ગ્રાહક સુરક્ષા આયોગના પ્રમુખ વી.પી.પટેલ દ્વારા મોરબીના લાલબાગમાં આવેલ તાલુકા સેવાસદન ખાતે ગ્રાહક કોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ અયોગ્ય રાજકોટના મુખ્ય પ્રમુખ જજ પી.સી.રાવલ અને અધિક પ્રમુખ જજ કે.એમ. દવે સહિતના હાજર રહ્યા હતા અને મોરબીમાં આજથી ગ્રાહક સુરક્ષા આયોગ દ્વારા ગ્રાહકોને ન્યાય અપાવવા માટે કોર્ટ શરૂ કરવામાં આવી છે જેથી કરીને મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને અત્યાર સુધી ગ્રાહકોને ન્યાય માટે રાજકોટ કે અમદાવાદ સુધી જવું પડતું હતું જો કે, મોરબીમાં જ ગ્રાહકોને ઘર આંગણે જ મળશે અને ઝડપથી ન્યાય મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

આ તકે રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ વી.પી.પટેલે જણાવ્યું હતું કેહાલ મોરબી જિલ્લાના ગ્રાહક તકરારને લગતા કેસની સુનાવણી રાજકોટ ખાતે કરવામાં આવતી હતી. મોરબી ખાતે જ કન્સ્યુમર કોર્ટનો પ્રારંભ થતા હવે જિલ્લાવાસીઓને ઘર આંગણે જ ન્યાય મળી રહેશેરાજકોટ સુધી જવું નહીં પડે. વધુમાં તેમણે જણાવ્યું હતું કેદર ગુરૂવારે કન્સ્યુમર કોર્ટ ખાતે ગ્રાહક તકરારને લગતા કેસોની સુનાવણી  હાથ ધરવામાં આવશે. આ તકે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (મુખ્ય) પ્રમુખ પી.સી. રાવલજિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) પ્રમુખ કે.એમ. દવેજિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (મુખ્ય) સભ્ય એસ.એમ. ભટ્ટજિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સભ્ય ટી.જે. સાંકલાડીડીઓ પરાગ ભગદેવમોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાજિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ મદદનીશ નિયામક કુલદીપ સરવૈયા તથા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ ખાતે પ્રેક્ટિસ કરતા વકીલઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News