મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના કણકોટ ગામે મારામારી : દેરાણી અને જેઠાણીએ નોંધાવી સામસામી ફરિયાદ


SHARE











વાંકાનેરના કણકોટ ગામે મારામારી : દેરાણી અને જેઠાણીએ નોંધાવી સામસામી ફરિયાદ

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે મહિલા અને તેના માવતરથી આવેલા લોકોને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને સામસામે મારામારીનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે જુદી જુદી ફરિયાદ નોંધાય છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે સામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પાયલબેન વિજયભાઈ ડાભી (૨૪) એ તેના સાસુ મધુબેન ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી, વિજુબેન વિપુલભાઈ ડાભી, પ્રકાશભાઈ ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી, ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી અને વિપુલ ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી રહે બધા કણકોટ વાળા સામે ફરિયાદ નોંધાવ્યું છે જેમાં તેને જણાવ્યું હતું કે આરોપીઓએ અગાઇ કહ્યું હતું કે તારા માવતર વાળા તારા ઘરે આવવા ન જોઈએ અને ફરિયાદીના માવતર તેના ઘરે આવ્યા હતા જેથી કરીને ફરિયાદી અને સાહેદોને જેમ ફાવે તેમ ગાળો બોલીને ઢીકા પાટુનો માર માર્યો હતો તથા લાકડી, કુહાડી, ઇંટ તથા સ્ટીલના તપેલા વડે માર મારીને ઇજા કરી હતી જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે સામા પક્ષેથી વિજુબેન વિપુલભાઈ ડાભી (૨૪) એ રઘુભાઈ વેલજીભાઈ વાઘેલા, વિપુલભાઈ રઘુભાઈ વાઘેલા, ભરતભાઈ વાલજીભાઈ ગાંગડીયા, મુકેશભાઈ શામજીભાઈ સારદિયા અને પાયલબેન વિજયભાઈ ડાભીની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના પતિ સાથે આરોપીઓને જૂનું મન દુઃખ હોય જેનું સમાધાન માટે ફરિયાદી તથા સાહેદો કહેવા માટે જતા આરોપીઓ ઉસકેરાઈ ગયા હતા અને તેઓએ ફરિયાદી તથા સાહેદોને ઢીકા પાટુનો માર મારી જેમ ફાવે તેમ ગાળો આપી લાકડી અને પાઇપ વડે માર્યો હતો જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નથી આગળની કાર્યવાહી હાથ ધરી છે આમ મારામારીના આ બનાવમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાયેલ હોય પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.






Latest News