મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલ જયસુખભાઈ પટેલના વચગાળાના જામીન માટેની અરજી રદ


SHARE







મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા જયસુખભાઈ પટેલના વચગાળાના જામીન માટેની અરજી રદ

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરેલ છે અને તે ૧૦ પૈકીનાં અજંતા ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલે દ્વારા મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાંથી વચ્ચગાળાના જામીન મેળવવા માટે અરજી કરી હતી જેને કોર્ટે રદ્દ કરેલ છે

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે ગુનો નોંધીને અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડવામાં આવેલ છે અને તે તમામ આરોપીઓ હાલમાં મોરબીની સબ જેલમાં છે ત્યારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા કંપનીના જયસુખભાઈ પટેલ દ્વારા વચગાળાના જામીન માટે મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં તેના વકીલ મારફતે અરજી મૂકવામાં આવી છે. જેમાં હાઇકોર્ટમાં ચાલી રહેલ રિટ પીટીશન અંતર્ગત જે વળતર ચૂકવવા માટે સૂચના આપવામાં આવી છે તેના બેન્કિંગ કામ માટે તેઓને વચ્ચગાળાના જામીનની અરજી કરેલ છે અને આ અરજીની આગામી સુનાવણી ગત તા. ૪ માર્ચના રોજ કરવામાં આવી હતી ત્યાર બાદ ગઇકાલે મોરબીની સેશન્સ કોર્ટે જયસુખભાઇ પટેલની વચગાળાના જામીન માટે અરજી રદ કરેલ છે





Latest News