મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના સાદુળકા ગામે નાનાના ઘરે પડી ગયેલા ભાણેજનું મોત


SHARE







મોરબીના સાદુળકા ગામે નાનાના ઘરે પડી ગયેલા ભાણેજનું મોત

મોરબી નજીકના સાદુળકા ગામે સાસરાના ઘરે પરિવાર સાથે ગયેલ યુવાનનો દીકરો ઘરમાં રમતા રમતા પડી ગયો હતો જેથી કરીને તેને માથામાં ઇજા થઈ હતી માટે ઈજા પામેલ બાળકને પ્રથમ સારવાર માટે મોરબી ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા ચાર વર્ષના બાળકનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રમેશ કોટન મીલની શેરીમાં રહેતા રહીમભાઈ ઉર્ફે અમીનભાઇ સુમરા તેઓના પત્ની અને બે બાળકો સાથે મોરબી નજીકના સાદુળકા ગામે રહેતા તેના સાસરાના ઘરે ગયા હતા ત્યારે ત્યાં બાળકો રમતા હતા દરમિયાન તેનો ચાર વર્ષનો દીકરો હસનેન રમતા રમતા પડી ગયો હતો જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર ઈજા થઇ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે ચાર વર્ષના બાળકનું મોત નીપજયું છે જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે.

મોરબીમાંથી ગુમ થયેલ પરણીતા પ્રેમી સાથે મળી આવી..!

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં લાતીપ્લોટ શેરી નંબર-૪ ના મફતપરા વિસ્તારમાં રહેતા કિશોરભાઈ શાંતિલાલ વીસાણી જાતે બારોટ નામના ૪૨ વર્ષના યુવાને થોડા દિવસો પહેલા એ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી કે તેમના પત્ની ગુણવંતીબેન ઉર્ફે રીટાબેન કિરીટભાઈ વિસાણી જાતે બારોટ (ઉમર ૩૨) તેઓના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે અને તે અંગે આગળની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ.એમ.જાપડીયાને સોંપવામાં આવી હતી તપાસ દરમિયાન સામે આવ્યુ હતુ કે ગુમ થયેલા ગુણવંતીબેન ઉર્ફે રીટાબેન કિરીટભાઈ વિસાણીને છેલ્લા કેટલાક સમયથી અમરેલી જિલ્લાના ચિતલ ખાતે રહેતા મેહુલ પ્રવીણભાઈ મેસીયા સાથે પ્રેમ સંબંધ હોય અને તે તેની સાથે રહેવા ઇચ્છતી હોય અને તેણીને પતિ કિરીટભાઈ સાથે રહેવું નથી તેમ ગુણવંતીબેનએ પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું..!






Latest News