મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર શાળાના આચાર્ય મહાદેવભાઈ રંગપડીયાને વિદાય સમારોહ યોજાયો


SHARE







મોરબીની મહેન્દ્રનગર શાળાના આચાર્ય મહાદેવભાઈ રંગપડીયાને વિદાય સમારોહ યોજાયો 

મોરબીમાં વર્ષો સુધી સર્વ શિક્ષા અભિયાન હેઠળ ટંકારા તાલુકાના બી.આર.સી. કો. ઓર્ડીનેટર તરીકે, સીઆરસી કો. ઓર્ડીનેટર તરીકે, શિક્ષક, આચાર્ય તરીકે ફરજ બજાવી મહાદેવભાઈ રેવાભાઈ રંગપડીયા વય મર્યાદાના કારણે નિવૃત થતા મહેન્દ્રનગર કન્યા શાળા તથા મહેન્દ્રનગર કુમાર શાળાના સ્ટાફ દ્વારા વિદાય સમારંભ રાખવામાં આવેલ હતું આ પ્રસંગે મહેન્દ્રનગર કન્યાશાળાના આચાર્ય ભાવનાબેન ડારા, કુમાર શાળાના આચાર્ય રેખાબેન શેરસીયા, મહેન્દ્રનગર કન્યા શાળાના સ્ટાફ ધર્મેન્દ્રભાઈ કાવઠીયા ત્રિભુવનભાઈ બાવરવા ભાવનાબેન અઘારા નવી પીપળી આચાર્ય કુંદનબેન ભોરણીયા તથા સી.આર.સી કોર્ડીનેટર હાજર રહેલ હતા અને ઉપસ્થિત સૌ કોઈએ મહાદેવભાઈની શિક્ષણ જગતની લાંબી કારકિર્દીને બિરદાવતા જણાવ્યું હતું કે તેઓ એક સારા, સાચા, અને કર્મનિષ્ઠ શિક્ષક હતા,તેઓ એક સારા ગાયક અને બાળકોને અભિનય દ્વારા ગીત કાવ્ય ભણાવવામાં ખુબજ માહિર છે,તેઓએ અનેક તાલીમવર્ગોમાં શિક્ષકોને પોતાના અભિનય દ્વારા કાવ્ય,બાળગીત શીખવ્યા છે, નિવૃત્ત વખતે એમની પાસે ૨૦૦ જેટલી હક રજા હતી છતાં પણ શાળામાં શિક્ષકની ઘટ હોય બાળકો અને શિક્ષણના હિત ખાતર તેઓએ રજા ભોગવી નહિ અને નિવૃત્તિના છેલ્લા દિવસ સુધી કર્મને જ ધર્મ માની કાર્યરત રહ્યા નિવૃત્તિ પ્રસંગે એમના તરફથી મહેન્દ્રનગર કન્યા શાળાને પંખાની ભેટ આપેલ છે અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને સમાજહિતના કાર્યો કરવા માટે રૂપિયા પાંચ હજારનું અનુદાન આપેલ છે.






Latest News