મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

વાકાનેર તાલુકામાં પંપે થયેલ લુંટ-ધાડના ગુન્હામાં ૧૨ વર્ષે આરોપી પકડાયો


SHARE









વાકાનેર તાલુકામાં પંપે થયેલ લુંટ-ધાડના ગુન્હામાં ૧૨ વર્ષે આરોપી પકડાયો

વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ક્રિષ્ના પેટ્રોલ પંપ ઉપર થયેલ લુંટ-ધાડના ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી આરોપીને પકડવાનો બાકી હતો અને આરોપી નાસતો ફરતો હતી જેથી તે આરોપીને જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામેથી મોરબી એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા પકડી લેવામાં આવેલ છે અને આરોપીનો કબજો વાંકાનેર તાલુકા પોલીસને આપવા માટેની કાર્યાવાહી કરવામાં આવી છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકિકત આધારે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૧માં નોંધાયેલ આઇ.પી.સી કલમ ૩૯૫, ૩૯૭ આર્મ એકટ કલમ ૨૫(૧)એ ઇ વિ.મુજબના ક્રિષ્ના પેટ્રોલ પંપ ઉપર થયેલ લુંટ-ધાડના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી દિનેશ મોતીભાઇ ભુરીયા (૩૭) મૂળ રહે ઉબેરાઉ તાલુકો રાણાપુર જિલ્લો જાબુંઆ એમપી હાલ રહે. ખજુરડા ગામ શિવશકિત હોટલ પાસે તાલુકો જામકંડોરણા વાળાને ખજુરડા ગામથી પકડીને આગળની કાર્યવાહી અર્થે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.






Latest News