વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરના સતાપર ગામ સુધી પહોચ્યું નર્મદાનું પાણી: જીજ્ઞાશાબેન મેરની મહેનત રંગ લાવી


SHARE











વાંકાનેરના સતાપર ગામ સુધી પહોચ્યું નર્મદાનું પાણી: જીજ્ઞાશાબેન મેરની મહેનત રંગ લાવી

વાંકાનેર તાલુકાના સતાપર, તરડીયા અને વિનયગઢ ગામનો વાંકાનેર ગ્રુપ યોજનાના રંગપર સબ હે વર્ષમાં સમવેશ કરવામાં આવેલ છે. અને તરકીયા ગામની ૨૦૧૧ મુજબની વસ્તી ૧૦૭૭ તથા હાલની વસ્તી ૧૨૯૩ છે. સત્તાપર ગામની ૨૦૧૧ મુજબની વસ્તી ૯૨૬ તથા હાલની વસ્તી ૧૧૧ર છે. જ્યારે વિનયગઢ ગામની ૨૦૧૧ મુજબની વસ્તી ૭૨૩ તથા હાલની વસ્તી ૮૬૮ છે જેથી કરીને તે ગામની પાણીની સમસ્યાને ઉકેલવા માટેની પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઈજનેરને રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને હાલમાં લોકોની પાણીની સમસ્યા ઉકેલવામાં આવી છે અને સતાપર ગામે હાલમાં નર્મદાનું પાણી આવી ગયું છે

વાંકાનેર તાલુકાના સતાપર, તરડીયા અને વિનયગઢ ગામમાં પાણીની સમસ્યા હતી જેથી કરીને વાંકાનેર તાલુકા પંચાયતના સભ્ય જીજ્ઞાશાબેન મેર દ્વારા આ મુદે પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઈજનેરથી લઈને કેબિનેટ મંત્રી કુંવારજીભાઈ બાવળીયા સુધી રજૂઆત કરી હતી જેમાં જણાવ્યુ હતું જે, વાંકાનેર તાલુકાના તરકીયા ગામને તાંત્રીક કારણોસર જુથ યોજનાનુ પાણી પહોંચતુ નથી. આવી જ રીતે તરકીયા ગામને રંગપર સબ હેડ વર્ક્સથી અલગ- પાઇપલાઇન મારફત પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, તેના ટેન્ડરો પ્રસિધ્ધ થયેલ છે. પરંતુ કામ પુર્ણ થાય ત્યાં સુધી તરકીયા ગામના લોકોને પીવાનુ પાણી આપવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જેથી વાંકાનેર તાલુકાના સતાપર ગામ સુધી હાલમાં તંત્ર દ્વારા નર્મદાનું પાણી પહોચડવામાં આવ્યું છે અને લોકોને પીવાનું પાણી સમયસર મળતું રહે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી દિવસોમાં વાંકાનેર તાલુકાના સતાપર, તરડીયા અને વિનયગઢ ગામની પાણીની સમસ્યાને કાયમી ધોરણે ઉલેકવા માટેનું આયોજન પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેવું જીજ્ઞાશાબેન મેરે જણાવ્યુ છે






Latest News