ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં આઇજી-ધારાસભ્યોની હાજરીમાં લોનમેલાના ૧૨૩ અરજદારોને ચેકનું વિતરણ કરાયા


SHARE







મોરબીમાં આઇજી-ધારાસભ્યોની હાજરીમાં લોનમેલાના ૧૨૩ અરજદારોને ચેકનું વિતરણ કરાયા

મોરબી જિલ્લામાં વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પોલીસ ઝુંબેશ શરૂ કરી હતી તેની સાથોસાથ લોકોને બેંકમાંથી લોન મળે તેના માટે અગાઉ લોનમેલાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અરજી કરનારા અરજદારોમાંથી ૧૨૩ લોકોને આઇજી અને ધારાસભ્યોની હાજરીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બૅંક લોન મંજૂરીપત્ર તેમજ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું

મોરબીમાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ દુર્લભજીભાઈ દેથરિયાની હાજરીમાં લોનમેલાના લાભાર્થી અરજદારોને ચેક આપવા માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં જુદીજુદી બેંકની જુદીજુદી યોજના અંતર્ગત લોન આપવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને એક કે બે નહીં પરંતુ ૧૨૩ લોકોને લોન મંજૂર કરવામાં આવી છે જેથી કરીને અધિકારી અને પદાધિકારીના હસ્તે તેને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું

આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, એસપી રાહુલ ત્રિપાઠી, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, અધિક કલેકટર એન.કે. મુછાર, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુંભા જાડેજા, શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝરિયા સહિતના લોકો હાજર રહ્યા હતા ત્યારે એસપી રાહુલ ત્રિપાઠીએ ટૂંકમાં એટલું જ કહ્યું હતું કે મોરબી જીલ્લામાં હજુ વ્યાજખોરો સામેની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ જ રાખવામા આવશે

તો ધારાસભ્ય અમૃતિયાએ કહ્યું હતું કે, વ્યાજખોરો સામે સારી કામગીરી કરી છે આવી જ કામગીરી ટ્રાફિક સમસ્યાને ઉકેલવા માટે કરવામાં આવે તેવી ટકોર કરી હતી સાથોસાથ પોલીસની લોનમેળાની કામગીરીને બિરદાવી હતી અંતમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, લોનમેલામાં લોકોને લોન મંજૂરીના પત્રો આપવામાં આવ્યા છે તેના માટે બેંકમાં જે રીતે લોન મજૂર કરવામાં માટે ટકાવારી લેવામાં આવે છે તેવી રીતે એકપણ રૂપિયો કોઇની પાસેથી લેવામાં આવેલ નથી અને જેથી જેને પણ લોન આપવામાં આવી છે તે લોકો સમયસર હપ્તા ભરે તે તેઓની જવાબદારી છે 






Latest News