ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં બેન-બનેવી સાથેના મિલકતના ઝઘડાનું લાગી આવતા એસીડ પી ગયેલ મહિલા સારવારમાં


SHARE







મોરબીમાં બેન-બનેવી સાથેના મિલકતના ઝઘડાનું લાગી આવતા એસીડ પી ગયેલ મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર રહેતી મહિલાએ એસીડ પી લેતા તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી અને પોલીસે કરેલી તપાસમાં ખુલ્યુ હતું કે બેન-બનેવી સાથે મિલ્કતની તકરાર ચાલતી હોય તે બાબતને લઈને માઠુ લાગી આવતા તેણીએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતી અનિષાબેન ઉર્ફે કૌશરબેન અસલ્મભાઈ મકરાણી જાતે બ્લોચ નામની ૩૪ વર્ષીય મહિલાએ તેના ઘેર એસિડ પી લેતા તેણીને સારવાર માટે પ્રથમ અહીંની સિવિલ હોસ્પિટલે અને બાદમાં વધુ સારવાર માટે અત્રે ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવી હતી હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા પોલીસને જાણ કરાતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ભોચીયા તથા રાઈટર કિશોરભાઈ મિયાત્રા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે અનિષાબેન ઉર્ફે કૌશરબેનને તેણીના બેન-બનેવી સાથે પાણીનો પ્લાન્ટ ચાલતો હતો અને તે બંધ થઈ ગયા બાદ તે મિલકત બાબતે બોલાચાલી થઈ હતી અને તે બાબતનું મનમાં લાગી આવતા તેણીએ એસિડ પી લીધું હતું અને જેથી કરીને તેણીને હાલ સારવારમાં ખસેડવામાં આવી હતી.જ્યારે મોરબી નજીકના શકત શનાળા ગામે રહેતા સોનલબેન કાંતિભાઈ સનારીયા નામની ૩૭ વર્ષીય મહિલા અજાણી માત્રામાં ફીનાઇલ પી ગઈ હતી જેથી ઉલ્ટીઓ થવા લાગતા તેણીને અત્રે આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવી હતી વધુમાં પોલીસ તરફથી જણાવવામાં આવ્યા મુજબ સોનલબેનનો લગ્નગાળો ૧૭ વર્ષનો છે અને તેને સંતાનમાં ત્રણ બાળકો છે અને વધુમાં પોલીસ તરફથી મળતી માહિતી મુજબ સોનલબેને ભૂલથી ફીનાઈલ પી લીધું હતું.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામે આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા મહેશ તુલસીભાઈ પરમાર નામના ૩૬ વર્ષના યુવાનને ચાલતા ચાલતા પડી જતા ઈજા થતાં તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે મહેશ પરમાર દારૂના નશામાં ચાલતો હતો ત્યારે તે ચાલતા ચાલતા પડી ગયો હતો અને તેથી તેને ઇજાઓ થતા સારવારમાં લઈ જવા આવ્યો હતો..!






Latest News