વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે રિવર્સમાં આવેલ લોડર શ્રમિક યુવાન માટે કાળ બન્યું


SHARE











વાંકાનેરના સરતાનપર રોડે રિવર્સમાં આવેલ લોડર શ્રમિક યુવાન માટે કાળ બન્યું

વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં લોડરના ચાલકે પાછળ જોયા વગર તેનું વાહન રિવર્સમાં લીધું હતું અને ત્યારે તેણે પાછળ જઈ રહેલા યુવાનને હડફેટે લીધો હતો જેથી તેને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે, સારવાર કારગત નહીં નિવડતા તેનું મોત નીપજ્યું હતું જેથી હાલમાં મૃતક યુવાનના પિતા દ્વારા લોડરના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારના રહેવાસી મોહમ્મદવકીલ મહોમદઅબ્દુલ રજાક જાતે મુસ્લિમ (૫૧) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોડર નંબર જીજે ૩ ઈએ ૮૫૨૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેનો દીકરો નસીમુદ્દીન મહમદવકીલ રજાક (૨૩) મોરબીના સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ લેન્ડડેકોર કારખાનામાં છેલ્લા એક વર્ષથી મેન્ટેનન્સ વિભાગમાં કામ કરતો હતો અને તેનો દીકરો કારખાનામાં બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં કામ કરી રહ્યો હતો ત્યારે લોડરના ચાલકે પાછળ જોયા વગર તેનું વાહન રિવર્સમાં લીધું હતું અને ત્યારે નસીમુદીનને હડફેટ લીધો હતો જેથી તેને માથા અને શરીરે ગંભીર ઈજા થઈ હોવાથી તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે સારવાર કારગત નહીં નિવડતા તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના પિતા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે લોડરના ચાલકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News