મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે રહેતા અને ટાઇલ્સ ટ્રેડિંગનું કામ કરતા યુવાન સાથે ૨૯.૫૮ લાખની છેતરપિંડી


SHARE







મોરબીના રવાપર ગામે રહેતા અને ટાઇલ્સ ટ્રેડિંગનું કામ કરતા યુવાન સાથે ૨૯.૫૮ લાખની છેતરપિંડી

મોરબીમાં કેમિકલ્સ, રોમટીરીયલ અને ટાઇલ્સ ટ્રેડિંગનું કામ કરતા તેમજ બોનીપાર્ક વિસ્તારમાં રહેતા યુવાનને વધારે કમાણી કરવાની લાલચ આપીને બે વ્યક્તિ દ્વારા તેના જુદા જુદા બેંકના એકાઉન્ટમાં ૨૯.૫૮ લાખ રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે રકમ તેને પરત નહીં આપીને યુવાન સાથે છેતરપિંડી કરવામાં આવેલ હતી જેથી હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે વ્યક્તિની સામે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે બોની પાર્ક વિસ્તારમાં આવેલ ગણપત એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૨૦૧ માં રહેતા અને મોરબીમાં કેમિકલ્સ, રોમટીરીયલ તથા ટાઇલ્સ ટ્રેડિંગનું કામ કરતા સાગરભાઇ પ્રાણજીવનભાઈ ભાડજા જાતે પટેલ (૨૭) નામના યુવાને હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શ્રીમતિ અગ્રવાલ, શર્મા એન્ટરપ્રાઇઝ ચંદીગઢ પંજાબ અને બિશ્વજીત રોય જેના યુનિયન બેંકના એકાઉન્ટ નં. ૭૬૭૫૦૨૦૧૦૦૦૪૪૭૯ છે તેની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તે મોરબી પંથકમાં કેમિકલ્સ, રોમટીરીયલ તથા ટાઇલ્સ ટ્રેડિંગનું કામ કરતો હોય આરોપીઓએ તેને ઈમેલ એડ્રેસ પર ઇમેલ મોકલી લોભામણી લાલચ આપી પેસીફીસાઇન નેચરલ નટ્સ એક કંપનીથી ખરીદી કરવા અને વિદેશની કંપનીમાં વેચાણ કરી વધારે કમાણી કરવા માટેની લાલચ આપી હતી અને ત્યારબાદ અલગ અલગ તારીખે જુદી જુદી બેંકના ખાતામાં કુલ મળીને ૨૯.૫૮ લાખ રૂપિયા આરોપીઓએ તેની પાસેથી મેળવી લીધા હતા અને ફરિયાદી યુવાને જમા કરાવેલ રૂપિયા પરત નહીં આપીને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હોય હાલમાં બે વ્યક્તિની સામે તેણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News