તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર પોલીસ સ્ટેશનમાં યુવાન ફિનાઇલ પી જતાં રાજકોટ સારવારમાં ખસેડાયો


SHARE











વાંકાનેર પોલીસ સ્ટેશનમાં યુવાન ફિનાઇલ પી જતાં રાજકોટ સારવારમાં ખસેડાયો

વાંકાનેરની વિક્ટર સોસાયટીમાં રહેતો યુવાન વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને રાતે આવ્યો હતો અને ત્યાં તેણે ફિનાઈલ પી લીધું હતું જેથી તે યુવાનને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં આવેલ વિકટર સોસાયટીમાં રહેતા કમલેશભાઈ હેમુભાઈ ઉડેશા જાતે ચુવાડિયા કોળી (૩૪) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગત રાત્રીના એક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને કમલેશભાઈને હોસ્પિટલે લઈને આવનારા ચેતનભાઇ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પતિ પત્ની વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ કમલેશભાઈએ વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે જઈને ફિનાઇલ પી લીધું હતું જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

સિંદુર પી ગઈ

ટંકારા તાલુકાના હીરાપર ગામે રહેતી સંગમબેન બ્રિજમાન મૌર્ય ઉંમર વર્ષ ૨૩ નામની પરણીતા ઘરે હતી ત્યારે તે કોઈ કારણોસર સિંદૂર પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પરણીતાનો લગ્ન ગાળો દોઢ માસનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું

આધેડનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક ચોકડીથી આગળના ભાગમાં આવેલ ફન હોટલ પાસે મૂળ કચ્છ જિલ્લાના આદિપુરના રહેવાસી વિરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા (૫૪) તેના મિત્ર સાથે વાતો કરતા હતા ત્યારે ચક્કર આવતા તે પડી ગયા હતા જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે દવાખાને લઈને આવ્યા હતા અને ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News