ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી-બગથળા વચ્ચે રીક્ષા પલ્ટી જતા પ્રસંગમાં જતા પરીવારની બાળકી સારવારમાં


SHARE







મોરબીના વાવડી-બગથળા વચ્ચે રીક્ષા પલ્ટી જતા પ્રસંગમાં જતા પરીવારની બાળકી સારવારમાં

મોરબીના વાવડી અને બગથળા ગામની વચ્ચે રીક્ષા પલ્ટી મારી જવાનો અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ઇજાગ્રસ્ત થયેલી બાળકીને સારવારમાં ખસેડવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાવડી અને બગથળા ગામની વચ્ચે કેનાલ પાસે રીક્ષા પલ્ટી મારી જવાનો અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર મોરબી તાલુકાના જાંબુડીયા ગામે આવેલ શક્તિપરા વિસ્તારમાં રહેતા દેવજીભાઈ વિંઝુવાડીયાની ૧૧ વર્ષની દીકરી ડિમ્પલને ઇજાઓ થતા તેણીને સારવાર માટે મોરબી ખસેડવામાં આવી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પરિવાર સાથે પ્રસંગમાં બગથળા જતા સમયે રસ્તામાં રીક્ષા પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો જેમાં ડિમ્પલને ઈજા પહોંચી હોય તેને સારવાર માટે ખસેડાઈ હતી તાલુકા પોલીસ મથકના એએસઆઈ આઈ.એમ.અજમેરી આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલ પુનિતનગરમાં 'દેવકૃપા'માં રહેતા ગિરીશ શાંતિલાલ જોગીયા નામના ૪૫ વર્ષના યુવાનને મોરબી તાલુકાના વનાળીયા-ખીજડીયા રોડ ઉપર મસાલની વાડી પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવાર માટે મોરબી ખસેડાયા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે ગીરીશભાઈ બાઇક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઇક સહિત નીચે પટકાયા હતા જેથી કરીને કોણીના ભાગે ફેક્ચર જેવી ઇજાઓ સાથે તેમને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર વિસ્તારમાં રહેતા અમિત જગદીશ સેજપાલ નામનો ૩૭ વર્ષનો યુવાન મોરબીના ગાંધીચોક પાસેથી બાઈક લઈને જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ મારી જતા ઈજાઓ થતા તેને સારવાર માટે ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે માળીયા હાઇવે ઉપર આવેલા રોટરીનગર ગામે રહેતા નરસીભાઈ ભલાભાઇ ભંખોડીયા નામના ૩૮ વર્ષના યુવાનને તેના ઘેર તેના પુત્રએ માર મારતા તેમને સારવાર માટે સિવિલે ખેસેડાયા હતા હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી






Latest News