ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારમાં હારી ગયેલા રૂપિયા વસૂલ કરવા યુવાનનું અપહરણ કરીને માર મરનારા ૬ શખ્સોની ધરપકડ


SHARE







મોરબીમાં જુગારમાં હારી ગયેલા રૂપિયા વસૂલ કરવા યુવાનનું અપહરણ કરીને માર મરનારા ૬ શખ્સોની ધરપકડ

મોરબીના રવાપર ગામે રહેતો યુવાન ઓનલાઈન તીનપતીનો જુગાર રમતા સાત લાખ રૂપિયા હારી ગયો હતો જે રૂપિયા વસૂલ કરવા માટે થઈને ચાર શખ્સો દ્વારા તે યુવાનનું તેના ઘરમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને ગોંધી રાખીને તે યુવાનને માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં છ આરોપીની ધરપકડ કરેલ છે

મૂળ જોડિયા તાલુકાના હડીયાણા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ગામે ક્રિષ્ના સ્કૂલની બાજુમાં આવેલ સંસ્કાર હીલ એપાર્ટમેન્ટ બ્લોક નં-૬૦૧ માં રહેતા હિરલભાઈ રમેશભાઈ કાનાણી જાતે પટેલ (૨૮) એ મહિપાલસિંહ રાણા અને જયપાલસિંહ ચુડાસમા રહે. બંને રામેશ્વર સોસાયટી જામનગર તેમજ અર્જુન પ્રજાપતિ અને નંદો રહે બંને જામનગર વાળાની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કેઆરોપી મહિપાલસિંહ રાણા અને જયપાલસિંહ ચુડાસમા સાથે ઓનલાઇન તીન પત્તીની આઈડીમાં જુગાર રમેલ હતો જેમાં બંને આરોપી સામે ઓનલાઇન તે સાત લાખ રૂપિયા હારી ગયો હતો જેથી આરોપીઓએ રૂપિયા વસૂલ કરવા માટે તેના ઘરે આવીને તેના ઘરેથી જ તેનું અપહરણ કર્યું હતું અને કારમાં લઈ જઈને તેને ગોંધી રાખીને માર માર્યો હતો

જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં હાલમાં મહિપાલસિંહ આશીષસિંહ રાણા જાતે દરબાર (૩૨) રહે, ક્રિષ્ના પાર્ક સોસાયટી રામેશ્વર સોસાયટી જામનગર, જયપાલસિંહ વિક્રમસિંહ ચુડાસમા જાતે દરબાર (૩૮) રહે. ગાયત્રી સોસાયટી રામેશ્વર સોસાયટી જામનગર, અર્જુન દિનેશભાઇ ગોંડલીયા જાતે પ્રજાપતિ (૨૫) રાંદલનગર રામેશ્વર સોસાયટી જામનગર, નરેન્દ્રસિંહ ઉર્ફે નંદો પ્રવિણસિંહ રાયજાદા જાતે દરબાર (૩૨) રહે. ગાયત્રી સોસાયટી રામેશ્વર સોસાયટી જામનગર, નાગરાજસિંહ ભરતસિંહ જાડેજા જાતે દરબાર (૨૯) રહે. માટેલ ચોક રામેશ્વર સોસાયટી જામનગર અને ગજેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા જાતે દરબાર (૨૨) રહે. વિનાયક પાર્ક રામેશ્વર સોસાયટી જામનગર વાળાની ધરપકડ કરેલ છે






Latest News