ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારની સગીરાનું અપહરણ


SHARE







મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારની સગીરાનું અપહરણ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને તેનું ગત તા. ૧૧/૨ ના રોજ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં બાદકામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને સગીરાના પરિવારજન દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ સગીરા કોઈ જગ્યાએથી ન મળતા હાલમાં ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોરબી તાલુકાના જીવાપર (ચકમપર) ગામે રહેતા રવિ રમેશભાઈ સરસાવડીયા જાતે પટેલ નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે

બળાત્કારનો આરોપી પકડાયો
મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા પાસે આવેલ કેરમિયા સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા શખ્સની એમપીના નાગોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કારના ગુનામાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે હાલમાં પોલીસે આરોપી સન્ની કમલેશભાઈ ચૌધરીની ધરપકડ કરી આરોપીનો કબજો સ્થાનિક પોલીસને આપવા માટેની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના જિકિયારી ગામે રહેતા મોહનભાઈ મૂળજીભાઈ સોલંકી (૩૦) નામનો યુવાન ગામમાં હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી ઈજાગ્રસ્ત હાલતમાં મોહન સોલંકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના ખાખરેચી દરવાજા પાસે રહેતા અમૃતબેન દેવજીભાઈ સોલંકી (૯૦) અશોકાલયના ઢાળિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ વૃદ્ધાને સારવાર માટે મોરબીની સદભાવના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં આ બનાવની આગળની તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે






Latest News