તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક સીરામીક કારખાનામાં મેળા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE











વાંકાનેર નજીક સીરામીક કારખાનામાં મેળા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલા યુવાનનું મોત

વાંકાનેર નજીક વઘાસીયા જીઆઇડીસીમાં આવેલ એક્યુટોપ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન મેળા ઉપરથી નીચે પટકાતા યુવાનને માથામાં ગંભીર ઇજા થઇ હતી જેથી તે યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના પિતા દ્વારા અકસ્માત મૃત્યુના આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતો ગેલાભાઈ શામજીભાઈ ઉઘરેજા જાતે કોળી (૨૫) નામનો યુવાન વાંકાનેર નજીક આવેલ વઘાસીયા જીઆઇડીસીમાં એકયુટોપ સીરામીક કારખાનામાં પેકિંગ વિભાગમાં મેળા ઉપર ચડીને કામ કરતો હતો ત્યારે કામગીરી દરમિયાન પગ લપસતા તે મેળા ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર ઇજા થયો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની મૃતક ગેલાભાઈ ઉઘરેજાના પિતા શામજીભાઈ કરસનભાઈ ઉઘરેજા જાતે કોળી (૪૭) રહે. પલાસડી ગામ વાળાએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પીપળી રોડ ઉપર પાવર હાઉસ પાસેથી આશિષ રામસિંગ ચૌહાણ (૩૦) રહે. એસ્ટ્રોન સીરામીક સરતાનપર રોડ મોરબી વાળો બાઈક લઈને જતો હતો ત્યારે તેના બાઈક સાથે કોઈ જનાવર અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તે યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઈજા

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા ચંદુભાઈ જીવરાજભાઈ અદગામા (૫૦) ને તેઓના ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તમાં ચંદુભાઈ અદગામને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News