મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે બ્યુટી પાર્લર ચલાવી મહિલા અજાણી દવા પી લેતા સારવારમાં ખસેડાઇ


SHARE







મોરબીના વાવડી રોડે બ્યુટી પાર્લર ચલાવી મહિલા અજાણી દવા પી લેતા સારવારમાં ખસેડાઇ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સ્વાતી પાર્ક સોસાયટીમાં રહેતી પરણીતા કોઈ અજાણી દવા પી જતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર ઉમિયા સોસાયટીની પાછળના ભાગમાં આવેલ સ્વાતિ પાર્ક સોસાયટીમાં રહેતી શીતલબેન કરણભાઈ વિઠલાપરા (૨૪) નામની પરણીતા કોઈ અજાણી દવા પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની તપાસ કરી રહેલા વિપુલભાઈ ફૂલતરિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પરણીતાનો લગ્ન ગાળો સાત માસનો છે અને તે બ્યુટી પાર્લરનો ધંધો કરતી હતી અને કયા કારણોસર તેને ઝેરી દવા પીધી છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપરથી કાનજીભાઈ નથુભાઈ બારોટ (૬૦) રહે. ઉમિયા પાર્ક વાવડી રોડ મોરબી વાળા સાયકલ લઈને જતા હતા ત્યારે સાયકલ ઉપરથી નીચે પટકાતાં કાનજીભાઈ બારોટને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News