મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે ઝેરી દવા પીને ઘડિયાળના કારખાનાની ઓરડીમાં આવેલ યુવાન સારવારમાં


SHARE







મોરબીના રાજપર રોડે ઝેરી દવા પીને ઘડિયાળના કારખાનાની ઓરડીમાં આવેલ યુવાન સારવારમાં

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ઘડિયાળના કારખાનાની ઓરડીમાં યુવાન કોઈ કારણોસર બહારથી ઝેરી દવા પીને આવ્યો હતો જેથી તેને પ્રાથમિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે યુવાને રાજકોટ લઈ જવામાં આવેલ છે આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ફોરમ ટાઈમ્સ નામના ઘડિયાળના કારખાનાની ઓરડીમાં રવિ બાદલભાઈ કાનાણી (૨૫) નામનો યુવાન કોઈ કારણોસર બહારથી ઝેરી દવા પીને ઓરડીમાં આવ્યો હતો જેથી કરીને કાનો પ્રહલાદભાઈ કાનાણી તેને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં લઈને આવ્યો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વૃદ્ધ સારવારમાં

વાંકાનેરમાંથી કોઈ અજાણ્યા ૬૦ વર્ષના વૃદ્ધને બીમારી સબબ સારવાર માટે પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ સંદર્ભે તપાસ કરતા વિપુલભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અજાણ્યા વૃદ્ધના વાલી વારસને શોધવા માટેની કાર્યવાહી ચાલી રહી છે અને તેઓ ભિક્ષુકવૃત્તિ કરતા હોય તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે






Latest News