મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીથી સીધી અમદાવાદ રેલ્વે સુવિધા આપવા સાંસદ-ધારાસભ્યને રજૂઆત


SHARE







મોરબીથી સીધી અમદાવાદ રેલ્વે સુવિધા આપવા સાંસદ-ધારાસભ્યને રજૂઆત

મોરબીના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશીએ અહીંના ધારાસભ્ય તેમજ સાંસદને લેખિતમાં રજૂઆત કરીને મોરબીથી સીધી અમદાવાદ રેલ્વે સુવિધામાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી છે મોરબી અને અમદાવાદ વચ્ચે ખૂબ મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહેતી હોય અને તેથી કરીને જો મોરબીથી સીધી અમદાવાદની ટ્રેન સુવિધા મળે તો રેલ્વે વિભાગને પણ આર્થિક ફાયદો થાય તેમ છે તેમ તેઓએ યાદીમાં જણાવેલ છે.

મોરબી આજે જીલ્લો બની ગયાને ધણો સમય થયેલ છે અને મોરબી ઉદ્યોગનગરી છે.અહીંયાથી રેલ્વે મારફતે ટાઈલ્સ તથા ઘડીયાલ ઉદ્યોગ છે તેનો માલ અન્ય સ્થળે જતો હોય છે જેમા રેલ્વે માલગાડી મારફત ધણી જ આવક કરે છે પરંતુ પ્રજાને અમદાવાદ કે મુંબઈ જવા માટે કોઈ સીધી રેલ્વે સુવિધા નથી જેથી અહીંની પ્રજાને ધણી જ મુશ્કેલી ભોગવવી પડે છે અને વાયા વાંકાનેર થઈને જવુ પડે છે.જેથી સમય અને પૈસાનો બગાડ થવાની સાથે લોકોએ પારવાર મુશ્કેલી ભોગવવી પડે છે.વર્ષોથી મોરબીના લોકોની માંગણી છે છતા આજદીન સુધી આ બાબતનો નિકાલ થયેલ નથી જે ધણી જ દુખદ બીના છે. આજે ગુજરાતમાં તથા દિલ્હીમાં ભાજપની સરકારની છે છતા મોરબી જીલ્લાની પ્રજા હેરાન પરેશાન થાય છે.પ્રજાએ ભાજપને ઘણી જ બહુમતી આપી છે જેથી પ્રજાને પણ આશા હોય કે સીધી ટ્રેન સુવીધા મળે આ બાબતે અવારનવાર રજુઆતો પણ થયેલ છે પરંતુ તેનુ કોઈ પરીણામ આવેલ નથી જે ધણી જ દુખદ બીના છે.વધુમા જણાવવાનુ કે જો મોરબીને રેલ્વે સુવીધા આપવામાં કોઈપણ ખર્ચ નથી કારણ કે ભુજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન હાલમાં વાયા હળવદ થઈને ચાલે છે જેમાંથી ત્રણ ટ્રેન વાયા મોરબી કરવામાં આવે તો કોઈપણ જાતના રેલ્વેને ખર્ચ વગર મોરબીને સુવીધા મળે તેમ છે.મોરબી કરોડો રૂપિયા રેલ્વે માલગાડી મારફત કમાણી કરી આપે છે પરંતુ પ્રજાની સગવડમાં વધારો થાય તે જરૂરી છે જે આ રીતે કરવામાં આવે તો મોરબી જીલ્લાના જનતાને રેલ્વે સગડતામાં વધારો થઈ શકે તેમ છે તેથી આ બાબતે અહીંના સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાને અહીંના જગૃત નાગરીક પી.પી.જોશીએ લેખિતમાં રજૂઆત કરીને મોરબી-અમદાવાદ તેમજ મોરબી-મુંબઈ માટે ટ્રેનની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News