મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

મોરબી એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં પોકસોના આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE









મોરબી એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં પોકસોના આરોપીનો નિર્દોષ છુટકારો

હળવદ પોલીસે તા.૨-૫-૧૮ ના રોજ ફરીયાદીની એવી ફરીયાદ ઉપરથી કે આ કામના આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લઈ જઈ આ કામે ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણવા છતા આરોપીએ ભોગ બનનાર સાથે અવાર નવાર અલગ અલગ જગ્યાએ શરીર સંબંધ બાંધી બાળાત્કાર કરેલ હોવાનો ગુનો કરેલ છે તે બાબતનો ગુનો રજીસ્ટર કરીને આરોપી શૈલેશ ઉર્ફે પીન્ટ છનાભાઈ પારગીની ધરપકડ કરી આરોપી વીરધ્ધ આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨), (એચ- આઇ- એન) તથા પોકસો અધી. ર૦૧ર ની કલમ- ૩(૨) ૪,૭,૮ મુજબ વીગેરે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલી.આ અંગેનો કેશ અત્રેના એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો આરોપી વતી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલા હતા.

આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટર તથા તપાસ કરનાર અઘીકારી વીગેરેની જબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીઓના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે, આ કામે ફરીયાદ પક્ષે કરીયાદથી વીરઘ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે અને આ કામના ભોગ બનનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદી પક્ષના કેસને કે તેમના નિવેદનને સમર્થન આપેલ નથી. તેમજ આ કામના આરોપીએ આ કામના ભોગબનનારને ફરીયાદીના કોયદેસરના વાલીપણામાથી લઈ જઈ આ કામેની ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણવા છતા આરોપીએ ભોગ બનનાર સાથે અવાર નવાર અલગ અલગ જગ્યાએ શરીર સંબંધ બાંધી બાળાત્કાર કરેલ હોવાનું ફરીયાદી પક્ષે સાબીત કરેલ નથી તેમજ ફરીયાદ પક્ષે પોતાનો કેસ શંકા રહીત પુરવાર કરવો જોઈએ જે કરી શકેલ નથી. તેમજ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના વીવીધ ચુકાદાઓ રજુ કરી દલીલ કરેલ કે જયાં સુધી આરોપી વુરધ્ધનો કેસ શંકા રહીત પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીને સજા ન કરી શકાય.ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ અગેચાણીયાની તમામ દલીલો માન્ય રાખીને નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ.આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ અગેચાણીયા, એડવોકેટ જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, રવિ ચાવડા રોકાયેલ હતા






Latest News