મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

વાંકાનેરના ગ્રીનચોક પ્રતાપ રોડ ઉપરથી બાઈકની ચોરી


SHARE











વાંકાનેરના ગ્રીનચોક પ્રતાપ રોડ ઉપરથી બાઈકની ચોરી

વાંકાનેરના ગ્રીન ચોક પ્રતાપ રોડ ઉપર આવેલ શક્તિ ટ્રાન્સપોર્ટની બાજુમાં આધેડે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા નવા પ્લોટ નિશાળની બાજુમાં રહેતા મોઇનુદ્દીનભાઈ અમીનભાઈ ખોરજીયા જાતે મોમીન (૫૫) એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેરના ગ્રીન ચોક પ્રતાપ રોડ ઉપર આવેલ શક્તિ ટ્રાન્સપોર્ટની બાજુમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩ ઇકયું ૦૨૭૫ પાર્ક કરીને મૂક્યું હતું જે ૧૫૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News