મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમી રહેલ છ પતાપ્રેમીઓની ધરપકડ


SHARE











વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમી રહેલ છ પતાપ્રેમીઓની ધરપકડ
 

વાંકાનેર પોલીસ મથકના સ્ટાફને મળેલ બાતમીના આધારે જાહેરમાં જુગાર રમી રહેલા છ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા દારૂ જુગારની બદીને સદંતર નાબૂદ કરવા માટે સૂચના કરવામાં આવેલી હોય વાંકાનેર સીટી પોલીસ મથકના પીઆઈ કે.એમ.છાસિયા તેમજ પીએસઆઇ ડી.વી.કાનાણી અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાનમાં સ્ટાફના યશપાલસિંહ પરમારને બાતમી મળી હતી કે વાંકાનેરના ટાઉનહોલ પાસે જાહેર પટ્ટમાં અમુક ઇસમો જુગાર રમી રહ્યા છે જેથી કરીને પોલીસે ત્યાં પહોંચીને રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જાહેરમાં જુગાર રમી જયેશભાઈ માત્રાભાઈ બાંભવા (૨૭) રહે.ભરવાડપરા, ગોપાલભાઈ દેવાભાઈ ગમારા (૩૪) રહે.ભરવાડપરા, રવિભાઇ કાળુભાઇ વસાણીયા (૨૭) રહે.કુંભારપરા, સુનિલભાઈ ઉર્ફે કટ્ટી કાળુભાઈ બાબરીયા (૩૧) રહે.વડીયા વિસ્તાર, મેહુલભાઈ વિનયચંદ મારૂ (૪૦) જવાસા રોડ અને સંજયભાઈ બાબુભાઈ દેગામા (૩૧) રહે.કુંભારપરા વાંકાનેરને રોકડા રૂા.૧૦,૩૦૦ ની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા હતા અને છએની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ રણછોડભાઈ કુંવરાભાઇ ઝાપડા નામના ૬૧ વર્ષના વૃદ્ધને ઈજા પહોંચતા તેમના પત્ની ગંગાબેન દ્વારા તેઓને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે ધ્રોલની ગૌરી સોસાયટી વિસ્તારમાં રહેતા કરમશીભાઈ વેલજીભાઈ કાંજીયા નામના ૭૦ વર્ષના વૃદ્ધને મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર વિસ્તારમાં બાઈક ઉપરથી બેસીને જતા સમયે બાઇકમાંથી નીચે પડી જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચતા અહીંની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે






Latest News