મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં શિક્ષક સંઘના અધિવેશન માટે શિક્ષકોના પગારમાંથી રૂપિયા કાપવાના નિર્ણયથી કચવાટ


SHARE





મોરબી સહિત ગુજરાતમાં શિક્ષક સંઘના અધિવેશન માટે શિક્ષકોના પગારમાંથી રૂપિયા કાપવાના નિર્ણયથી કચવાટ

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સંઘના અધિવેશન માટે પગારમાંથી હજાર રૂપિયા કાપવાનો આદેશ કરતા શિક્ષકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને હાલમાં સોશ્યલ મીડિયા દ્વારા શિક્ષક સંઘ દ્વારા થતા ઉઘરાણા બાબતે ચણભણાટ અને ગણગણાટ શરૂ થઈ ગયો છે

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ શિક્ષણ વિભાગના સેક્શન અધિકારીએ પ્રાથમિક શિક્ષણ નિયમકને આદેશ કરેલ છે કે શિક્ષક સંઘના અધિવેશન માટે વિદ્યાસહાયક દિઠ રૂપિયા ૫૦૦  અને રેગ્યુલર શિક્ષકો દીઠ ૧૦૦૦ રૂપિયા પગારમાંથી કાપીને જમા કરવા માટેની કાર્યવાહી કરવા જણાવેલ છે તેના આધારે સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આદેશ કરતા શિક્ષકો સોસિયલ મિડીયામાં આક્રોશ કરતા જણાવી રહ્યા છે કે શિક્ષકોના કોઈ કામ કરવા નથી શિક્ષકો બદલી માટે છેલ્લા એક વર્ષથી તલસી રહ્યા છે, શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે ૪૦ ડીગ્રી તાપમાનમાં આંદોલન કર્યા છતાં સરકાર સાથે થયેલ સમાધાન મુજબ વર્ષ ૨૦૦૫ પહેલાંના શિક્ષકો માટે જૂની પેન્શન યોજના લાગુ કરાવી શક્યા નથી અને સમગ્ર રાજ્યના દોઢ લાખ જેટલા શિક્ષકો પાસેથી ૧૦૦૦ રૂપિયા ઉઘરાણા કરી દશ કરોડ જેટલા રૂપિયા ભેગા કરી સંઘ શું કરવા માંગે છે? હજુ તો સંઘના હોદેદારો શિક્ષકોના ખર્ચે કમ્બોડીયા દેશનો પ્રવાસ કરી આવ્યા ત્યાં વળી આ બીજું ભૂત જાગ્યું છે જેથી શિક્ષકો શિક્ષણ વિભાગ સામે પણ આંગળી ચીંધી રહ્યા છે કે કોઈ સંગઠનના અધિવેશન માટે આવો પત્ર શા માટે કરવો જોઈએ ? વગેરે બાબતો સાંમે શિક્ષકો સોસિયલ મીડિયામાં આકોશ વ્યક્ત કરી રહ્યા છે




Latest News