મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરની વરડુસર ચોકડીએ દુકાન પાછળ જુગાર રમતા દસ જુગારી પકડાયા


SHARE











વાંકાનેરની વરડુસર ચોકડીએ દુકાન પાછળ જુગાર રમતા દસ જુગારી પકડાયા

વાંકાનેર તાલુકાની વરડુસર ચોકડી પાસે જય ગોપાલ દુકાનની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર જુગાર રમતા ૧૦ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૪૮૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાની વરડુસર ચોકડી પાસે આવેલ જય ગોપાલ દુકાનની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા બાબુભાઈ હકાભાઇ ગમારા (૩૦), મોમભાઈ નાથાભાઈ ડાભી (૨૮), બળદેવભાઈ રમેશભાઈ કાંજિયા (૨૭), રમેશભાઈ માધાભાઈ ગમારા (૩૫), લખુભાઇ મનુભાઈ બાવળા (૩૬), કનુભાઈ નકુભાઈ ખાચર (૩૯), નાથાભાઈ લક્ષ્મણભાઈ ડોડીયા (૫૯), મુકેશભાઈ જગાભાઈ લામકા (૩૮) મહાવીરસિંહ દિલુભા ઝાલા (૪૮) અને પ્રવીણભાઈ વાલજીભાઈ કુનતિયા (૩૩) મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૪૮૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

એક બોટલ દારૂ

મોરબીના નવલખી ફાટક પાસેથી પસાર થતી અલટો કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા ૮૦ હજાર રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૮૦૬૦૦ ના મુદ્દા માલ સાથે હાલમાં મયુર બટુકભાઈ સિસોદિયા જાતે ખવાસ રજપુત (૨૬) રહે. વાવડી રોડ ગણેશ નગર શેરી નં-૨ મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News