અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે અગાઉના બનાવની દાજ રાખીને બે યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો


SHARE





મોરબીના શનાળા ગામે અગાઉના બનાવની દાજ રાખીને બે યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો

મોરબીના સનાળા ગામ પાસે મેલડી માતાજીના મંદિર નજીક પસાર થતાં યુવાનની કાર સાથે કાર અથડાવીને અગાઉના બનાવની દાજ રાખીને ચાર શખ્સો દ્વારા પાઇપ અને ધોકા વડે યુવાન અને તેના પિતરાઇ ભાઈને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ બંને યુવાનને  સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ યુવાનને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા તુષારભાઈ કેશવજીભાઈ ભાલોડીયા જાતે પટેલ (૩૫) એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વરૂણભાઇ તથા અન્ય ત્રણ શખ્સોની સામે માર માર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ મેલડી માતાજીના મંદિર પાસેથી તેઓ કાર લઈને પસાર થતાં હતા ત્યારે તેની કાર સાથે કાર અથડાવીને અગાઉના બનાવનો ખાર રાખીને આરોપી વરૂણભાઇએ લોખંડના પાઇપ વડે તેને જમણા ખંભા ઉપર માર મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી અને ત્યારબાદ તેની સાથે રહેલા તેના પિતરાઇ ભાઈ કૌશિક ભાલોડીયા અને તેને અન્ય ત્રણ શખ્સો દ્વારા ધોકા વડે તેને મારવામાં આવ્યો હતો જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તુષારભાઈ ભાલોડીયાએ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News