મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાને વ્હોટ્સ એપમાં અભદ્ર મેસેજ મોકલીને ઓપન માર્કેટમાં વેચી નાખવાની ધમકી !: આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં મહિલાને વ્હોટ્સ એપમાં અભદ્ર મેસેજ મોકલીને ઓપન માર્કેટમાં વેચી નાખવાની ધમકી !: આરોપીની ધરપકડ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં રહેતી મહિલાના મોબાઈલ ફોન ઉપર વ્હોટ્સ એપમાં અભદ્ર મેસેજ મોકલીને વ્હોટ્સ એપ ઉપરથી તને ઓપન માર્કેટમાં વેચી નાખીશ તેવી મહિલાને એક શખ્સ દ્વારા ધમકી આપવામાં આવી હતી જેથી કરીને હાલમાં મહિલા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધીને આરોપીને ઝડપી લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં રહેતી મહિલાના મોબાઈલ ફોન ઉપર મોરબીના રવાપર રોડ ઉપર શારદા સોસાયટીમાં રહેતો નીરવભાઈ દિનેશભાઈ બકરાણીયા નામના શખ્સે વ્હોટ્સ એપમાં મેસેજ મોકલતો હતો અને આરોપીએ તેના મોબાઈલના વ્હોટ્સ એપ ઉપરથી મહિલાને અભદ્ર મેસેજ મૂક્યા હતા તેમજ વ્હોટ્સ એપ ઉપરથી તને ઓપન માર્કેટમાં વેચી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આ ગુનામાં પોલીસે આરોપી નીરવભાઈ દિનેશભાઈ બકરાણીયાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News