મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબી નજીક મનીષ કારખાના પાસે સર્વિસ રોડ ઉપર બાઇકને બોલેરોના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE





મોરબી નજીક મનીષ કારખાના પાસે સર્વિસ રોડ ઉપર બાઇકને બોલેરોના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર મનીષ સીરામીક કારખાના નજીક સર્વિસ રોડ ઉપર બોલેરો ગાડીના ચાલકે ફૂલ સ્પીડમાં પોતાનું વાહન ચલાવીને બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં બાઇક સવાર યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી હાલમાં મૃતક યુવાનના ભાઈએ બોલેરો ગાડીના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ આંબેડકર નગર શેરી નં-૩ માં રહેતા હિમાંશુભાઈ ભરતભાઈ સોલંકી (૨૨) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડી નંબર જીજે ૧ બીપી ૯૨૭૭ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબી વાંકાનેર હાઇવે ઉપર મનીષ સિરામિક કારખાના નજીક સર્વિસ રોડ ઉપરથી તેનો ભાઈ માધવ ભરતભાઈ સોલંકી (૧૭) બાઈક નં. જીજે ૩૬ આ ૯૨૭૧ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને બોલેરો ગાડીના ચાલકે સાઈડમાંથી હડફેટે લીધો હતો અને બાઈક સાથે તેને રોડ ઉપર પાડી દીધો હતો જેથી કરીને માધવ સોલંકીને ગંભીર ઈજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જોકે, સારવાર કારગત નહીં નિવડતા ફરિયાદીના ભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને બોલેરો ગાડીનો ચાલક સ્થળ ઉપર જ પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો જેથી કરીને મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે હાલમાં બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News