મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શિવ મહાપુરણનું આયોજન


SHARE











મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શિવ મહાપુરણનું આયોજન

મોરબીના સામાકાંઠ વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડે આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિરે આગામી તા ૧૦ ને શુકવારથી તા.૧૮ ને મહા શિવરાત્રી સુધી શિવ મહાપુરણનું આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ બપોરના બે થી છ વાગ્યા દરમિયાન અગ્નેશ્વર મહાદેવ મંદિરે ભક્ત મંડળ દ્વારા શિવ મહાપુરણ કથામાં જુદાજુદા પ્રસંગોને ઉજવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બેનના શિષ્યા અને કથાકાર રતનેશ્વરીબેન તેની આગામી શૈલીમાં શ્રોતાઓને શિવકથાનું રસપાન કરાવશે. અને શિવ કથામાં કથાનું મહાત્મ્ય, શિવલિંગનું પ્રાગટય, સતી પ્રાગટય, દીપનો મહિમા, શિવ શક્તિ વિવાહ, ગણપતિનું પ્રાગટય, રુદ્રાક્ષ અને બીલીપત્રનો મહિમા અને જ્યોતિલિંગનો મહિમા શ્રોતાઓને સંભળાવવામાં આવશે અને તા ૧૮ ના રોજ બપોરે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે ત્યારે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે






Latest News