મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી સરસ્વતી શિશુમંદિર ખાતે બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે


SHARE











મોરબી સરસ્વતી શિશુમંદિર ખાતે બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે

ગુજરાત પ્રદેશ વિદ્યાભારતી સંલગ્ન મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે તા ૨૮ થી બે દિવાસીય ભારતમાતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે. અને આ પાટોત્સવમાં મહાયજ્ઞની સાથે સાથે ત્રણ જુદાજુદા કાર્યક્રમ રાખવામા આવેલ છે

હાલમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા ૨૮ ના રોજ બપોરે ૩ થી ૫ કલાકે ૧૭થી ૨૧ વર્ષની યુવતીઓ માટે સંમેલન રાખવામા આવ્યું છે જેમાં વક્તા તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢના નિવૃત પ્રાચાર્ય કનુભાઈ કરકર ઉપસ્થિત અને આ તકે અતિથિ વિશેષ તરીકે રંજનબેન મકવાણા, કંચનબેન ભૂત અને પી.એચ. લખધીરકા ઉપસ્થિત રહેશે.

ત્યાર બાદ તા ૨૮ એ રાતે ૯ કલાકે વક્તા કનુભાઈ કરકરની હાજરીમાં સફળ જીવનનો આધાર-શ્રેષ્ઠ ચિંતન વિષય પર સમાજ શ્રેષ્ઠીઓનું સંમેલન યોજાશે આ કાર્યક્રમમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહેવાના છે અને તા ૨૯ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં કનુભાઈ કરકર, કર્તવ્ય જીવદયા કેન્દ્રના પ્રમુખ વિશ્વભાઈ કોરીંગા, યુવા આર્મી ગ્રુપના પ્રમુખ પીયુષભાઈ બોપલીયા હાજર રહેશે






Latest News