મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરની દોશી હોસ્પિટલમાં 28 સુધી નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ


SHARE







વાંકાનેરની દોશી હોસ્પિટલમાં 28 સુધી નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ

વાંકાનેરમાં આવેલ દેવદયા ચેરી ટ્રસ્ટ સંચાલીત એન.આર. દોશી આંખની હોસ્પીટલ ખાતે તા.21થી 28 સુધી નિ:શુલ્ક નેત્રરોગ નિદાન તથા સારવાર માટેના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે લોકોની આંખોની તકલીફો વધી હોવાની અનેક ફરીયાદોને ધ્યાને લઈ આવા કેમ્પોની જરૂરીયાત વર્તાઈ રહી હતી.

ત્યારે વાંકાનેરની દોશી હોસ્પીટલ ખાતે યુકેના દાતાઓના સહયોગથી આ પાંચમા વિનામૂલ્યે મેગા કેમ્પનું આયોજન કરાયું છે. આ મેગા કેમ્પના ઉદઘાટન પ્રસંગે કેમ્પના દાતા અને યુકે સ્થીત જશોદા ફાઉન્ડેશન વતી પોરબંદરના વતની મનોજભાઈ, ભાનુમતીબેન ખાણપાણીયા પરીવાર ઉપરાંત યુકે સહીત અન્ય વિદેશથી ખાસ મહેમાનો તેમજ હોસ્પીટલના ટ્રસ્ટી અને પૂર્વ સાંસદ લલીતભાઈ મહેતા, અનુભાઈ મહેતા તથા રાજ પરીવારના મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા ઉદ્યોગપતિ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ સહિત આમંત્રીત મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નેત્ર નિદાન કેમ્પમાં વિનામૂલ્યે નિદાન કરી સારવાર આપવામાં આવશે આ મેગા કેમ્પમાં યુકેના ડોકટરો દ્વારા સારવાર આપવામાં આવશે તેમ દોશી હોસ્પીટલના મેનેજર ધવલભાઈ કથીરીયા તથા ટ્રસ્ટી લલીતભાઈ મહેતાએ જણાવ્યું હતું. આ મેગા કેમ્પનો લાભ લેવા વાંકાનેર તતા આ પંથકના દર્દીઓની સવારથી જ લાઈનો જોવા મળી હતી. આ મેગા કેમ્પ ઉદઘાટન પ્રસંગે લલીતભાઈ મહેતા તથા કેશરીદેવસિંહજી ઝાલા (રાજ પરીવાર વાંકાનેર) તથા ચેમ્બર પ્રમુખ ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલે પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું. શ્રી મહેતા દ્વારા હોસ્પીટલની કામગીરી વર્ણવી હતી.






Latest News