જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓનું  એક વર્ષ પૂરું થતાં વિશેષ ઉજવણી કરવામાં આવી


SHARE











મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓનું  એક વર્ષ પૂરું થતાં વિશેષ ઉજવણી કરવામાં આવી

મોરબીમાં છેલ્લા એક વર્ષથી અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓને કાર્યરત કરવામાં આવ્યું છે અને તેના દ્વારા લોક ઉપયોગી અને લોકોને જરૂરિયાત હોય તે પ્રકારના સેવાકીય કામો છેલ્લા એક વર્ષથી નિરંતર કોઈપણ પ્રકારનું ફંડ કોઈ પાસેથી લીધા વગર કરવામાં આવી રહ્યુ છે અને ખાસ સૌથી મોટી બાબત એ છે કે આ અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ હેતલબેન અને તેની સાથે જોડાયેલ ૭૮ જેટલી મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે અને તેમના દ્વારા ન માત્ર મોરબી જિલ્લા પરંતુ અન્ય જિલ્લામાં પણ કોઈ જગ્યાએ લોકોને જરૂરિયાત હોય તો આર્થિક કે અન્ય કોઈપણ પ્રકારની મદદ પૂરી પાડવા માટેની તૈયારીઓ દર્શાવવામાં આવે છે અને કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ એનજીઓને એક વર્ષ પૂર્ણ થતા મોરબીના રવાપર ગામ પાસે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે તેનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, રાજ્યના માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, હાસ્ય કલાકાર હકાભા ગઢવી, તાજેતરમાં આર્મીમાંથી નિવૃત્ત થઈને આવેલા સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા તેમજ રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈ કાસુંદ્રા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને મહિલાઓની ટીમ દ્વારા છેલ્લા એક વર્ષથી જે રીતે લોકોની સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે તેની પ્રશંસા કરીને મહિલાઓને બિરદાવી હતી અને આ તકે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય દ્વારા મહિલાઓની ટીમ દ્વારા લોકોને સરકારની જુદી જુદી યોજનાઓનો વધુમાં વધુ લાભ મળે તેના માટેની પણ કામગીરી આ એનજીઓ દ્વારા કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી આ તકે અનસ્ટોપેબલ વોરિયર સંસ્થાના લોક ઉપયોગી અને સેવાકીય કામોને સતત ઉજાગર કરતા પત્રકારોનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું






Latest News