મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી-કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદીકા અમૃતકાલ અંતર્ગત યોજાએલ સાંસદ ક્રિકેટ ટુર્નામેંટમાં ૧૩૮ થી વધુ ટીમો ભાગ લેશે


SHARE







મોરબી-કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદીકા અમૃતકાલ અંતર્ગત યોજાએલ સાંસદ ક્રિકેટ ટુર્નામેંટમાં ૧૩૮ થી વધુ ટીમો ભાગ લેશે

મોરબી-કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદીકા અમૃતકાલ અંતર્ગત સાંસદ ક્રિકેટ ટુર્નામેંટ ઓપન કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેંટનું સાંસદ વિનોદભાઇ ચાવડાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદીકા અમૃતકાલ અંતર્ગત સાંસદ ક્રિકેટ ટુર્નામેંટ ઓપન કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેંટનું સાંસદ વિનોદભાઇ ચાવડાના હસ્તે તા.૧૮-૧ ના સાંજે મહાનુભાવો, ક્રિકેટ ટીમના સદસ્યો, સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા ક્રિકેટ રસીયાની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.કચ્છ જિલ્લા પંચાયત અધ્યક્ષ પારૂલબેન કારા, કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ અને ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજા, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ધારાસભ્ય અનિરુધ્ધભાઈ દવે, ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ભુજ નગરપાલિકા અધ્યક્ષ ઘનશ્યામભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા જેમનું પાગડી અને શાલથી સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.ક્રિકેટ ગ્રાઉંન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ રાષ્ટ્રગીતથી મેચનું શુભારંભ કરવામાં આવેલ.રમતગમત ક્ષેત્રમાં કચ્છનું નામ રોશન કરેલ ખેલાડીઓનું સન્માન કરવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેંટના શુભારંભ સમયે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યુ હતું કચ્છમાં સૌથી વધુ ૧૩૮ થી વધુ ટીમો આ ટુર્નામેંટમાં ભાગ લેશે ખેલ જગતના ખેલાડીઓને પ્રોત્શાહન આપવામાં વડાપ્રધાન તેમજ યુવાનોના આદર્શ નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાર્થક કરવા આ ભવ્ય ટુર્નામેંટનું લોકસભા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે.જેમા મેચ વિનરને ૫૧ હજાર, રનરઅપ ટીમને ૩૧ હજાર, મેચ ઓફ ધી સીરીઝને ૨૧ હજાર અને સૌથી ઉત્કષ્ઠ દેખાવ કરનારને બાઇકની શુભેચ્છા ભેટ આપવામાં આવશે સૌથી લાંબી ચાલનાર ટુનામેંટમાં દરેક ટીમના ખેલાડીઓને ઉત્સાહ વધારવા ક્રિકેટ રશિયાઓને ઉત્સાહ વધારવા ક્રિકેટ રશિયાઓને મેચો દરમ્યાન ઉપસ્થિત રહેવા સાંસદે આહવાન આપ્યું હતું.આ ભવ્ય આયોજન સહભાગી સદસ્યો, આયોજકો તથા ખેલાડીઓ અને વ્યવસ્થાપાકોની ઉત્તમ ખેલદિલી ભાવનાને આ પ્રસંગે પધારનાર મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનમાં બિરદાવી હતી.






Latest News