મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના શક્તિ ચેમ્બર પાસે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE







મોરબીના શક્તિ ચેમ્બર પાસે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બર પાસેથી યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને કન્ટેનરના ચાલકે હડફેટ લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને બંને હાથે અને પગે ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવની યુવાનના ભાઈએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા પ્રકાશભાઈ બેચરભાઈ કાંજિયા જાતે કોળી (૨૩) એ ટ્રક કન્ટેનર નં. જીજે ૧૨ બીએફ ૮૦૦૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવી છે કે, મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસેથી તેનો ભાઈ અજય કાંજિયા (૨૧) પોતાના હવાલા વાળું બાઈક નં. જીજે ૩૬ જે ૮૨૧૮ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કન્ટેનરના ચાલકે તેને ટક્કર મારી હતી જેથી અજયને બંને હાથ અને પગમાં ઇજાઓ થઈ હતી માટે તેને સારવારમાં લઈને ગયા હતા અને ટ્રક કન્ટેનર ચાલક અકસ્માત સર્જીને પોતાનું વાહન લઇને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી હાલમાં ઇજાગ્રસ્ત યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News