મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે કારખાનામાંથી ૯.૨૫ લાખના મુદામાલની ચોરીના ગુનામાં ત્રણ મજૂર સહિત પાંચ પકડાયા


SHARE







મોરબીના પીપળી ગામે કારખાનામાંથી ૯.૨૫ લાખના મુદામાલની ચોરીના ગુનામાં ત્રણ મજૂર સહિત પાંચ પકડાયા

મોરબીના પીપળી ગામે આવેલ શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાંથી થોડા દિવસો પહેલા ચોરી કરવામાં આવી હતી અને ત્યારે પેપરમીલ લગત મશીનર સહિત કુલ મળીને ૯.૨૫ લાખના મુદામાલની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે તપાસ કરીને પોલીસે પાંચ આરોપીને ઝડપી લીધેલ છે

મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ કામ કરીને જુદાજુદા ગુનાના ભેદ ઉકેલવા માટે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીજ કારખાનામાં ગજાનંદ એન્જીનીયર વર્કનુ સ્વીટીંગ મશીન તથા મશીનને કન્ટ્રોલ કરવાની એસી ડ્રાઇવ તથા મશીનને લગાડવાની ડાઇ આશરે નંગ-૫ ની ચોરી થયેલ હતી જેથી કરીને ૯.૨૫ લાખના મુદામાલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેથી કરીને તાલુકા પીઆઇ કે.એ. વાળા અને તેની ટીમે કામ કરી રહી હતી

ત્યારે કારખાનામાં કામ કરતા મજુરો બનાવ બાદ હાજર નહીં મળી આવતા મજુરોની ઉંડાણપુર્વક માહિતી મેળવી હતી અને બનાવવાળી જગ્યાના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી મેળવેલ ફુટેજ આધારે તથા ટેકનિકલ માધ્યમથી આરોપીઓનો રૂટ ચકાસી આ વાહન રાજસ્થાન રાજયના ઉદયપુર તરફ હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે રાજસ્થાનના ઉદયપુર જીલ્લા પોલીસ સાથે સંકલનમાં રહી તુરત જ એક ટીમ રાજસ્થાનના ઉદયપુર જવા રવાના કરવામાં આવી હતી અને ત્યાંથી હકીકત વાળુ આઇશર નં. એમએચ ૧૫ એચએચ ૮૬૬૯ તેમજ પાંચ આરોપી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા જેથી કરીને ઉદયપુર જીલ્લાના ગીરજા પેટ્રોલપંપ સામેથી તેને પકડી લેવામાં આવ્યા હતા અને હાલમાં જે આરોપીને પકડવામાં આવ્યા છે તેમાં ગણેશ શાંતિલાલ દુભાયે જાતે મરાઠા (૨૩) રહે. ઘોટી, ઇગતપુરી. નાસીક, મહારાષ્ટ્ર, ગોવિંદ દિનકર ધાદવડ જાતે મહાદેવ કોળી (૧૯) રહે. ઘોટી, ઇંગતપુરી, નાસીક, મહારાષ્ટ્ર, બ્રિજેશકુમાર શ્રીરામાઆશરે રાજપુત જાતે લોદી (ર૦) રહે. પટ્ટી, થાના-ઇન્ગરગઢ, તા.તરોબા, જી.કન્નોજ, ઉત્તરપ્રદેશ હાલ-રહે. બેલા, શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝ, પીપળી, રાજકમલ ગંધર્વસિંહ રાજપુત જાતે લોદી (૧૯) હાલ રહે. પટ્ટી, થાના-ઇન્ગરગઢ, તા.તરોબા, જી.કન્નોજ, ઉત્તરપ્રદેશ, હાલ રહે. બેલા, શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝ, પીપળી અને બિશ્નકુમાર ઉર્ફે કિશન ઉર્ફે મોનુ શ્રીરાજકુમાર પ્રજાપતિ જાતેકુંભાર (૨૪) રહે. ચાંવરપુર, તા અજીતમલ, જી.ઓરૈયા, જી.ઉત્તરપ્રદેશ, હાલ રહે બેલા, શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝ, પીપળી વાળાનો સમાવેશ થાય છે

હાલમાં પોલીસે ગજાનંદ એન્જીનીયર વર્કનુ સ્વીટીંગ મશીન નંગ-૧ જેની કિંમત ૮,૦૦,૦૦૦, મશીનને કન્ટ્રોલ કરવાની એસી ડ્રાઇવ નંગ-૧ જેની કિંમત ૨૫૦૦૦ તથા મશીનને લગાડવાની ડાઇ નંગ-૦૫ જેની કિંમત ૧,૦૦,૦૦૦ તેમજ ગુન્હામાં ઉપયોગમાં લીધેલ આઇશર વાહન જેની કિંમત ૧૦,૦૦,૦૦૦ આમ કુલ મળીને ૧૯,૨૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે આ કામગીરી પીઆઇ કે.એ.વાળા, પીએસઆઈ વી.જી. જેઠવા, જયદેવસિંહ ઝાલા, જયસુખભાઇ વસીયાણી, દિનેશભાઇ બાવળીયા, ફતેસંગ પરમાર, અરવિંદભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ જાડેજા, રમેશભાઇ મુંધવા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, દેવશીભાઇ મોરી તથા રાજસ્થાન રાજયના ઉદયપુર જીલ્લાના સવિના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર દલપતસિંહ રાઠોડ તથા તેઓની ટીમે કરી હતી






Latest News