મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હત્યાની કોશિશના ગુનામાં પકડાયેલા ચારેય આરોપીઓને મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે નિર્દોષ ઠરાવીને છોડી મૂક્યા


SHARE











માળીયા (મી)ના હત્યાની કોશિશના ગુનામાં પકડાયેલા ચારેય આરોપીઓને મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે નિર્દોષ ઠરાવીને છોડી મૂક્યા

માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશને વર્ષ ૨૦૧૮ માં નોંધાયેલ હત્યાની કોશીશની ફરિયાદનો કેસ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને રાખીને પોલીસે ચારેય આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કરેલ છે

માળીયા(મીં) તાલુકા પોલીસ સ્ટેશને તા. ૪/૧૦/ર૦૧૮ ના રોજ ફરીયાદી નોંધાવવામાં આવી હતી જેમાં જણાવ્યા મુજબ ફરીયાદીના ભત્રીજા સાહેદ અને આરોપી વચ્ચે મોટરસાઈકલ આડ નાખવા બાબતે ઝઘડો થયો હતો અને ફરીયાદી તથા સાહેદો આરોપીઓને સમજાવવા જતા જે બાબતેનો ખાર રાખી આરોપીઓએ એક સંપ કરીને મારી નાખવાના ઈરાદે ફરીયાદી તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને આરોપીઓએ ફરીયાદીના માથાના ભાગે ધારીયાનો એક ઘા મારી માથામાં ગંભીર ઈજા કરી હતી તેમજ ધોકા પાઈપ વતી માર મારી ફેંકચર જેવી ગંભીર ઈજા કરી હતી અને ફરીયાદી તથા સાહેદોના મોત નીપજાવવાની કોશીશ કરી હતી આ ગુનામાં પોલીસે આરોપી હનીફભાઈ અલીમહમદભાઈ જેડા, અઝહર અલીમહમહભાઈ જેડા, સીકંદર જાનમહમદભાઈ જેડા અને શેરમામદ તાજમહમદભાઈ જેડાની ધરપકડ કરી હતી અને આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ ૩૦૭ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો આ કેસ મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ અગેચાણીયા આરોપી તરફે રોકાયેલ હોય ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારીની જબાની લેવામાં આવેલી હતી અને આરોપીના વકીલ દ્વારા જે દલીલ કરવામાં આવી હતી કે, આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુદ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. જેથી કરીને કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળીને દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માન્ય રાખીને આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, જે.ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, ડીમ્પલ રૂપાલા, દીવ્યા સીતાપરા, રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News