મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદ ખાતે ૧૩ જાન્યુઆરીએ આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળો યોજાશે


SHARE







હળવદ ખાતે ૧૩ જાન્યુઆરીએ આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળો યોજાશે

આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને તથા હળવદ- ધ્રાગંધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની ખાસ ઉપસ્થિતિમાં હળવદ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો, ચાલો આયુર્વેદ સાથે જોડાઈને આપણા જીવનને આરોગ્યપ્રદ અને સુખમય બનાવીએ.

આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગરના સંકલન તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી-મોરબીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્વારા આગામી ૧૩ જાન્યુઆરીના શિશુ મંદિર, સરા રોડ, હળવદ ખાતે સવારે ૦૯:૦૦ કલાકથી ૧૫:૦૦ કલાક દરમિયાન આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ આયુષ મેળામાં તમામ રોગો માટે આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પ, તમામ રોગો માટે હોમીયોપથીક નિદાન-સારવાર કેમ્પ, વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓનું પોસ્ટર પ્રદર્શન, દિનચર્યા, ઋતુચર્યા, વિરૂધ્ધ આહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓની સમજ આપતુ પ્રદર્શન, ૦ થી ૧૨ વર્ષના બાળકો માટે સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવા, હરસ, મસા, ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર, સાંધાના દુ:ખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા, સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદ પીણુ-હર્બલ ડ્રીંકનુ વિતરણ, ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા તથા સંશમની વટી, આર્સેનિક આલ્બમનું વિતરણ તેમજ પ્રકૃતિ પરીક્ષણ વગેરે પ્રવૃતિઓ કરવામાં આવનાર છે તેવું જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીના વૈદ્યશ્રી પ્રવિણ વડાવિયાની યાદીમાં જણાવાયું છે






Latest News