મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં મારામારીના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે વડોદરા જેલ હવાલે કરાયો


SHARE











મોરબીમાં મારામારીના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે વડોદરા જેલ હવાલે કરાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકની હદમાં અનેક વખત મારામારીના બનાવોમાં સંડોવાયેલા ઇસમનો પાસા તળે અટકાયત કરી વડોદરા જેલ હવાલે કરાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

મોરબી જીલ્લા એસપી રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પી.એ.ઝાલાએ અસામાજીક તત્વો સામે કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય અસામાજીક પ્રવૃત્તીઓ સાથે સંડોવાયેલા તત્વોને ડામવા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથક વીસ્તારમાં અવાર નવાર મારામારી તેમજ રાયોટીંગ (હુમલો) જેવા ગંભીર ગુનાઓમાં પકડાયેલ ઇરફાન કરીમભાઇ પારેડી જાતે મીંયાણા રહે.મોરબી કાલીકા પ્લોટ જલાલચોક વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ તૈયાર કરવામાં આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને જીલ્લા કલેક્ટર પંડયા દ્રારા પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી પોલીસે ઇરફાન પારેડીની અટકાયત કરી પાસા હુકમ મુજબ હાલ વડોદરા જેલ હવાલે કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાવડી રોડ માધાપર વિસ્તારમાં રહેતા પોપટભાઈ રમેશભાઈ પડસારીયા નામનો ૩૮ વર્ષનો યુવાન મોરબી તાલુકાના બગથળા ગામે કામ સબબ ગયો હતો અને બગથળાથી બાઈક લઈને મોડી રાત્રિના દોઢેક વાગ્યે પરત મોરબી બાજુ આવી રહ્યો હતો ત્યારે બગથળા પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક તેના બાઈકની આડે અચાનક રોજડુ આડુ ઉતરતા તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બંને હાથના ભાગે ઇજાઓ થતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના ડી.એચ.બાવળીયા તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે હળવદ તાલુકાના ધનાળા ગામે રહેતા ચામુંડભાઈ ધનજીભાઈ થરેસા નામના ૨૫ વર્ષના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે મોરબી લવાયો હતો.

આધેડ સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા પ્રફુલભાઈ ગોરધનભાઈ જીવાણી નામના ૫૬ વર્ષના આધેડ તેમનું બાઇક લઈને વાંકાનેર હાઇવે ઉપરથી જતા હતા ત્યારે વાંકાનેર હાઇવે ઉપર એસાર પેટ્રોલ પંપ પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજાઓ થતા પ્રફુલભાઈને અહીંની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News