મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી : ડેરીમાં સાથે કામ કરતો યુપીનો શખ્સ સગીરાને ભગાડી જતા ગુનો નોંધાયો


SHARE







મોરબી : ડેરીમાં સાથે કામ કરતો યુપીનો શખ્સ સગીરાને ભગાડી જતા ગુનો નોંધાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ડેરીમાં સાથે કામ કરતો મૂળ યુપીનો શખ્સ મોરબીની સગીરાનું અપહરણ કરીને ભગાડી જતા હાલમાં ભોગ બનેલ પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી સગીરાની ભાળ મેળવવા અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના શનાડા રોડ ઉપર આવેલ ડેરીમાં કામ કરતી સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કામ કરવાના ઇરાદે અપહરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા હાલમાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.જેમાં તેઓએ સંજય ચંદનસિંહ યાદવ રહે. બડાગાવ જસનારા ફિરોઝાબાદ ઉત્તરપ્રદેશ નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભોગ બનેલ સગીરા અને આરોપી સંજય યાદવ બંને ડેરીમાં સાથે કામકાજ કરતા હતા દરમિયાનમાં લલચાવી ફોસલાવીને ઉપરોક્ત ઇશમ દ્વારા સગીરાનુ અપહરણ કરવામાં આવ્યું છે હાલમાં પોલીસે કલમ ૩૬૩ અને ૩૬૬ મુજબ સંજય યાદવ નામના યુપીના શખ્સ સામે ગુનો નોંધ્યો છે જેની તપાસ એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા ચલાવી રહ્યા છે.

ઝેરી દવા પી જતા સારવારમાં

સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલ ચુલી ગામે રહેતા દિનેશ ભીખાભાઈ સોલંકી નામના ૨૫ વર્ષના યુવાને ચુલી ગામે રઘુભાઈ પોપટભાઈ ભરવાડની વાડી નજીક કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતા તેને વધુ સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી ધાંગધ્રા પોલીસને બનાવ અંગે જાણ કરેલ છે.જ્યારે સુરેન્દ્રનગરના થાન તાલુકાના વીજળીયા ગામે રહેતા છાંયાબેન હિતેશભાઈ ઝાલા નામની ૨૧ વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને છાંયાબેનને પણ સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વીસીપરા પાછળ આવેલ અમરેલી ગામે રહેતા ધ્રુવ સતિષભાઈ દેત્રોજા નામના ૨૨ વર્ષના યુવાનને મોરબીના નાનીવાવડી ગામે સમજુબા સ્કૂલ નજીક આવેલ ભગવતી પાર્ક સોસાયટી સામે બાઇકમાંથી પડી જવાના બનેલ બનાવમાં ઇજાઓ થતા તેને અહીંની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી હાલમાં એ ડિવિઝન પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની તપાસ એચ.એમ.ચાવડાને સોંપવામાં આવેલ હોય તેવો તપાસ ચલાવી રહ્યા છે.






Latest News