મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: ૩૯ બોટલ દારૂ સાથે ત્રણ પકડાયા


SHARE









મોરબી-વાંકાનેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: ૩૯ બોટલ દારૂ સાથે ત્રણ પકડાયા

મોરબી અને વાંકાનેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે કુલ મળીને ૩૯ બોટલ દારૂ સાથે પોલીસે હાલમાં ત્રણ શખ્સને ઝડપી લીધા છે અને આ શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કયાંથી લઈને આવ્યા હતા તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરેલ છે

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ૧૦ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે કુલ મળીને ૩૭૫૦ ની કિંમતના દારૂના જથ્થા સાથે દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા જાતે દરબાર (ઉંમર ૨૩) રહે. આનંદ નગર બ્લોક નં- ૨૩ મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

વાંકાનેર તાલુકાના ભલગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહેલ બાઇક ચાલકને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની પાંચ બોટલ મળી આવી હોય પોલીસે ૧૮૭૫ ની કિંમતની દારૂની બોટલો તેમજ ૨૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક નં જીજે ૧૩ એએસ ૦૬૮૫ આમ કુલ મળીને ૨૧૮૭૫ ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે પ્રવીણભાઈ આપાભાઈ પરમાર (ઉંમર ૪૬) રહે. મકનસર સ્વામિનારાયણ મંદિર પાસે વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે

મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમા ભારત પેટ્રોલ પંપ સામે રામકૃષ્ણ કોમ્પ્લેક્સની પાછળના ભાગમાં બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૨૪ બોટલો મળી આવી હોય પોલીસે ૨૦૪૦૦ ની કિંમતના દારૂના જથ્થા સાથે હાલમાં મિતુલભાઈ નવિનભાઇ પટેલ (ઉંમર ૩૦) રહે. પ્રભુ કૃપા ટાઉનશિપ સામાકાંઠા મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

દેશી દારૂ

મોરબીના કંડલા બાઇપાસ રોડ ઉપર આવેલ ગોકુળનગર શેરી નં-૧૬ માં રહેતા શખ્સને ત્યાં પોલીસે દારૂની રેડ કરી હતી અને ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૨૦ લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૬૪૦ ની કિંમતના મુદ્દામાલ સાથે જયંતીભાઈ રામજીભાઈ દેવીપુજક (૩૧) રહે. ગોકુલ નગર શેરી નં-૧૬ મૂળ રહે. રાજકોટ નવાગામ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મનોજભાઈ શાંતિલાલ કડેવાર રહે. કંડલા બાયપાસ ગોકુલ નગર વાળાનું નામ સામે આવતા તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News