મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાંથી ૬૧ ચાઈનીઝ દોરી સાથે ત્રણ શખ્સ ઝડપાયા


SHARE











મોરબી અને વાંકાનેરમાંથી ૬૧ ચાઈનીઝ દોરી સાથે ત્રણ શખ્સ ઝડપાયા

મોરબી જિલ્લામાં ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં પણ કેટલાક વેપારીઓ દ્વારા છાના ખૂણે ચાઈનીઝ દોરીનું વેચાણ કરવામાં આવતું હોય છે અને આ દોરી અબોલ પક્ષીઓ માટે અને લોકો માટે ઘણી વખત જીવલેણ સાબિત થયેલ છે જેથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારા શખ્સોને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે અને જુદી જુદી જગ્યાએ રેડ કરવામાં આવતી હોય છે ત્યારે વાંકાનેરમાંથી બે શખ્સની ચાઈનીઝ દોરીની ૧૧ રીલ સાથે ધરપકડ કરવામાં આવી છે અને મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ લાયન્સ નગર પાસેથી પોલીસે ૫૦ ચાઈનીઝ ફીરકી સાથે એક શખની ધરપકડ કરેલ છે અને હજુ પણ આગામી મકરસંક્રાંતિ સુધી આ કામગીરી ચાલુ જ રાખવામાં આવશે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલ લાયન્સ નગરની બાજુમાં ખોજા સોસાયટી પાસે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં મોરબી જિલ્લામાં ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં પણ ચાઈનીઝ દોરીનું વેચાણ કરવા માટે થઈને ૫૦ જેટલી ચાઈનીઝ દોરી સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૦ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કરણભાઈ બાબુભાઈ પનસારા જાતે દેવીપુજક (૧૯) રહે. લાયન્સ નગર ખોજા સોસાયટી પાસે સનાળા મોરબી વાળાની ધરપકડ કરેલ છે તો વાંકાનેરના ધર્મ ચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે કર્યો હતો ત્યારે તેની પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ એક ફીરકી મળી આવી હતી જેથી કરીને ૩૦૦ રૂપિયાની કિંમતની ચાઈનીઝ ફીરકી કબજે કરીને પોલીસે અલ્પેશભાઈ જશવંતભાઈ શેખ જાતે જૈન (૪૨) રહે. રાજકોટ રોડ મહાવીર નગર વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી ત્યારબાદ વાંકાનેરના કુંભારપરા ગરબી ચોક પાસે આવેલ કનૈયા મંડપ સર્વિસના ગોડાઉનમાં પોલીસે ચાઈનીઝ ફીરકી હોવાની શંકા આધારે રેડ કરી હતી ત્યારે ત્યાંથી ૧૦ નંગ ચાઈનીઝ ફિરકી મળી આવી હોય પોલીસે ૩૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સંજયભાઈ ધીરુભાઈ દેગામા જાતે કોળી (૨૮) રહે. કુંભાર પરા શેરી નં-૩ વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે આમ જુદી જુદી ત્રણ જગ્યા ઉપર પોલીસ દ્વારા રેડ કરીને ચાઈનીઝ દોરીઓ પકડવામાં આવી છે અને આગામી દિવસોમાં મકરસંક્રાંતિ સુધી આવી જ રીતે ચાઈનીઝ દોરી તેમજ તુક્કલનું વેચાણ કરનારા તેમજ ઉપયોગ કરનારાઓની સામે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારી સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે






Latest News