ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના ન્યુ ચંદ્રેશ નગરમાં ઘરમાં જુગાર રમતી ત્રણ મહિલા ૪૦૨૦૦ ની રોકડ સાથે પકડાઈ


SHARE







મોરબીના ન્યુ ચંદ્રેશ નગરમાં ઘરમાં જુગાર રમતી ત્રણ મહિલા ૪૦૨૦૦ ની રોકડ સાથે પકડાઈ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ન્યુ ચંદ્રેશ નગરમાં રહેતી મહિલાના ઘરની અંદર જુગાર રમતા આવવાની એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાં જુગાર રમતી ત્રણ મહિલાઓ મળી આવી હતી જેથી લીસે ૪૦૨૦૦ ની કિંમતની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર નજીક ન્યુ ચંદ્રેશનગરમાં રહેતા મહિલાના ઘરની અંદર જુગાર રમી રહ્યા છે તેવી બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપર ઘરમાં જુગાર રમતા વસંતબેન સુભાષભાઈ ચીખલીયા જાતે પટેલ (૪૦), હંસાબેન કાળુભાઈ ગોસ્વામી જાતે બાબાજી (૫૩) અને હીનાબેન અરવિંદભાઈ વડાવિયા જાતે પટેલ (૪૨) મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૪૦૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

વરલી જુગાર

મોરબી તાલુકાના લાલપર ગામે બસ સ્ટેન્ડ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે મનસુખભાઈ રઘુભાઈ સનુરા જાતે કોળી (૩૯) રહે. રફાળેશ્વર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૪૭૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News